Abtak Media Google News

અંગ્રેજોની ગુલામીમાંથી ભારત અને પાકિસ્તાન એક જ દિવસના અંતરે આઝાદ થયા હતા. વિશ્ર્વભરની શાંતિને આતંકવાદથી હણી લેનાર પાકિસ્તાન આજે પોતાના દેશના નાગરિકોને બે ટંકનું ભોજન પણ પુરું પાડવા માટે સમર્થ રહ્યો નથી. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. હવે અર્થતંત્રની ગાડી ફરી પાટે ચડાવવા માટે પાકિસ્તાન પાસે ભારતનું શરણું લીધા સિવાય કોઇ છુંટકો બચ્યો નથી. આઝાદી બાદ ઇતિહાસ સાક્ષી છે કે ભારતે હમેંશા માનવતાવાદી અભિગમ અપનાવ્યો છે.

જ્યારે પાકિસ્તાન હમેંશા નફરતથી રાજનીતીમાં ગુંચવાયેલું રહ્યું છે. ભારતના નાગરિકોને સતત નફરત કરવી, ભારતનું અર્થતંત્ર નબળું થાય તે માટે ગુન્હાહિત કૃતો આચરવા, નિર્દોષ નાગરિકોના જીવ હળાય તે માટે આતંકી હુમલા કરવા સિવાયની કોઇ કામગીરી પાકિસ્તાને અત્યાર સુધી કરી નથી. જેના કારણે આજે આઝાદીના સાડા સાત દાયકા બાદ ભારત વિશ્ર્વગુરૂ બનવા તરફ આગળ ધપી રહ્યું છે. બીજી તરફ પાડોશી રાષ્ટ્ર પાકિસ્તાન ભૂખમરાના દળદળમાં ગરકાવ થઇ ગયો છે.

વર્ષો જૂની કહેવત છે કે પહેલો સગો પાડાશી. હવે ખખડધજ અર્થતંત્રને પાટે ચડાવવા માટે પાકિસ્તાન પાસે ભારતના ચરણોમાં ઝુકવા સિવાય કોઇ જ વિકલ્પ બચ્યો નથી. સમય આવે ગરજનો લાભ લેવો ભારતના સિદ્વાંતોની વિરૂધ્ધ છે. હાલ ભૂખમરામાં ગરકાવ થઇ ગયેલા પાકને ભારત તમામ પ્રકારની મદદ કરી રહ્યું છે. જે સાબિત કરે છે કે ભારત ખરેખર વિશ્ર્વગુરૂ બનવા માટે લાયક છે.

પાકિસ્તાને વિશ્ર્વમાં પોતાની છબી એક આતંકીઓને પનાહ આપતા રાષ્ટ્ર તરીકે બનાવી લીધી છે. જેના કારણે વિશ્ર્વના એકપણ દેશને તેના પ્રત્યે રતિભાર પણ સહાનુભૂતિ થતી નથી. અનેકવાર પાકની નાપાક હરકતોનો શિકાર ભારત બની ચુક્યું છે પણ માનવતાની ખાતર આજે ભારત જ પાકિસ્તાનના પડખે આવીને ઉભું છે. એક સમયે નરેન્દ્ર મોદીને બેફામ ભાંડતા પાકિસ્તાનના રાજકીય નેતાઓ આજે મોદીની માનવતાવાદી નીતીના વખાણ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.