Abtak Media Google News

બેલડી પાસેથી રૂા.1.30 લાખની રોકડ સહિત રૂા.6.30 લાખનો મુદ્દામાલ કબ્જે

પાલીતાણાના સોનગઢ રોડ પર  જૈન મંદિર, આદીનાથ કેર સેન્ટરના ચંદ્રભુમી અને દાઠા તાબેના બોરડા ગામે આવેલ જૈન દેરાસરમાંથી રોકડ ચોરી થવા પામી હતી. જે મામલે ક્રાઈમ બ્રાંચ તપાસમાં હતો. દરમિયાન સોનગઢ નજીકથી અલ્ટીકા કારમાં આવતા રાજસ્થાનના બે શખ્સને ઝડપી પાડી પુછપરછ કરતા ત્રણેય ચોરીની કબુલાત આપતા ક્રાઈમ બ્રાંચે શખ્સોના કબજામાંથી રોકડ રૂપિયા 1.30 લાખ બરામત કર્યા હતા. શખ્સોની કબુલાતના પગલે પાલીતાણા અને દાઠા પોસ્ટેના ભેદ ઉકેલ્યો હતો.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પાલીતાણા શહેર વિસ્તારમાં વણશોધાયેલ ચોરીઓનાં ગુન્હાઓ શોધી કાઢવા માટે ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન એલ.સી. બી.નાં હેડ કોન્સ. અનિરૂધ્ધસિહ ગોહિલને બાતમીરાહે કિકત મળેલ કે, સોનગઢ તરફ જતાં હોટલ માનસી પાર્ક પાસે રોડનાં કાંઠે કાર ઉભી છે. તેમા બેસેલ શખ્સોએ કોઇ જૈન દેરાસરોમા ચોરી કરી તેનો મુદામાલ સાથે રાખેલ છે. જે બાતમી આધારે તપાસ હાથ ધરતા અર્ટીગા કાર નંબર- જીજે. 08. સીકે- 4087 મળી આવતા કાર સાથે રહેલા રાજસ્થાન સિરોહી લાલારામ ગોગારામ સોહન , દીતારામ ગણેશજી સોહન નીઅટક કરી તલાશી લેતા શખ્સોના કબજામાંથી રોકડ રૂપિયા 1.30 લાખ મળી આવતા બન્નેને રોકડ અંગે પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપેલ નહિ અને બંને અલગ-અલગ માહિતી જણાવતાં હોય.

જેથી અર્ટીગા કાર, રોકડ મળી કુલ રૂ. 6,30,000નો મુદ્દામાલ પકડી મિલ્કત  તપાસ અર્થે કબ્જે કરી બન્નેની આકરી પુછપરછ કરતાં તેઓએ આશરે બાર તેર દીવસ પહેલા સોનગઢ રોડ ઉપર આવેલ અઢી દ્વીપ જૈન મંદીર તથા આદીનાથ હેલ્થ કેર સેન્ટરના ચંદ્રભુમીની દાનપેટીમાંથી ચોરી કરેલ તે રૂપીયા હોવાની તથા દાઠા પાસે આવેલ બોરડાનાં જૈન દેરાસર મંદીરમાંથી રોકડા રૂપીયાની ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી. જેને લઈ પાલીતાણા ટાઉન  અને દાઠા પો.સ્ટે.મા ચોરીના ગુનાના ભેદ ઉકેલાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.