Abtak Media Google News

સિંચાઈ માટે પાણી અપાશે તો ‘ન ઘરના ન ઘાટના’ જેવી પરિસ્થિતિ સર્જાશે: હાલ ૪૧ ફૂટની સપાટીમાં ૩૩ ફૂટનો ગાર, માત્ર ૮ ફૂટ પાણી: ૧૩ હજારની વસતી ધરાવતું પાનેલી ગામ ઉનાળામાં પાણી વગરનું રહેશે: ગ્રામજનો તળાવે ઉપવાસ પર બેસી જતા તંત્રમાં અફડાતફડી

ઉપલેટા તાલુકાના પાનેલી ગામના ફુલઝર તળાવમાંથી સરકાર અને અધિકારીઓએ ગ્રામજનોને સાંભળ્યા વગર કે ગામના પીવાના પાણીના પ્રશ્ન ને હિતમાં લીધા વગર તળાવમાંથી પાણી આપવાના અણધણ આવડત કારણે લીધેલા નિર્ણયમાં ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.જેથી આજે પાનેલી ગામ સંપૂર્ણ બંધ રહેવા પામેલ હતુ સવારે ૧૦ વાગે ગ્રામજનો સરપંચની આગેવાનીમાં ફૂલઝર તળાવ ઉપર જઈ ઉપવાસ ઉપર બેસી તંત્રમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી.

Advertisement

પ્રાપ્ત થતી વિગતો મુજબ તાલુકાના પાનેલી ગામમાં ૧૩ હજારની વસ્તીને પીવા માટે પૂરું પાળતું ફૂલઝર તળાવ આ વર્ષે ઓછા વરસાદને કારણે પૂરું ભરાયું નથી તળાવની હાલમાં પાણીની કુલ સપાટી ૪૧ ફૂટની છે.તેમાં ૩૩ ફૂટ જેવો કાપ ગાર છે.

એટલે પાણી માત્ર આઠ ફૂટ છે. તેમાંથી પણ પાણી બાસ્પીભન થતા હાલ માંડ સાત ફૂટ જેવું પાણી છે. આ સાતફૂટ પાણીમાં ૧૩ હજારની વસ્તીને આખુ વર્ષ પીવા માટે ઉપયોગમાં લેવામાં આવતો પણ વરસાદ ખેંચાય તો પાછળના દિવસોમાં ગામને પાણી પીવા માટે મુશ્કેલી ઉભી થાય છે.

ત્યારે રાજય સરકાર અને અધિકારીઓએ માત્ર ગણ્યા ગાંઠયા અન્ય ગામના આગેવાનોની રજૂઆત ને ધ્યાનમાં લઈ તળાવમાંથી સિચાઈ માટે ભાયાવદર, પાનેલી, કોલકી, રબારીકા,ખારચીયા સહિતની સીમ જમીન માટે પાણી છોડવાનાં નિર્ણય કરતા ગ્રામજનોમાં ભારે આક્રોશ સાથે રોષ જોવા મળ્યો હતો. સવારે ૧૦ વાગે પાનેલીગ મની મુખ્ય બજારો કાળવા ચોક, બસ સ્ટેન્ડ ચોક, લીમડા ચોક, સહિતની બજારો સંપૂર્ણ બંધ રહેવા પામેલ છે.

જયારે ફૂલઝર તળાવ પાસે મોટી સંખ્યામાં ગ્રામજનો જઈ સરપંચ મનુભાઈ ભાલોડીયા ઉપ સરપંચ બધાભાઈ ભારાઈ સહિતના લોકો ઉપવાસ ઉપરબેસી જતા તંત્રમા ભારે અફડાતફડી મચી જવા પામી છે. આંઅગે સરપંચ મનુભાઈ ભાલોડીયા અને ઉપ સરપંચ બધાભાઈ ભારાઈનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે આ પાણીથી ઉભેલા પાકમાં કોઈ ફેર પડતો નથી અને માત્ર સાત ફૂટ પાણીમાંથી કેનાલનાં છેવાડાના વિસ્તારમાં પાણી પહોચે પણ નહિ ત્યારે પાણીના જથ્થાનો ન પીવા માટે ઉપયોગમાં આવે કે નતો સિંચાઈ માટે સરકારે અધિકારીઓએ ગ્રામજનોને સાંભળ્યા વગર જે નિર્ણય લીધો છે તે ખોટો છે. અને ફૂલઝર તળાવમાંથી પાનેલી ગામ માટે પીયત માટે રાખવું જોઈએ..

સરકાર અને અધિકારીઓનું આયોજન ગ્રામજનોને પાણી વગર રાખવાનું: સરપંચ મનુ ભાલોડીયા

આ અંગે આક્રોશ સાથે સરપંચ મનુભાઈ ભાલોડીયાએ જણાવેલ કે સરકારમાં કોઈ સાચો નિર્ણય લેવાની આવડત નથી ફૂલઝર તળાવની કુલ ઉંડાઈ ૫૨ ફૂટ છે. તેમાં ૩૩ ફૂટ કાપ ભરેલ છે. સરકાર દ્વારા તમામ કાપ દૂર કરવામાં આવે તો ગામનો અને ચિંચાઈનાં પાણીનો પ્રશ્ર્ન કાયમી હલ થઈ જાય છે.

છેલ્લા વર્ષોથી સરકાર દ્વારા જળસંચય અભિયાન હાથ ધરીને જે તળાવો ઉંડા ઉતારવામા આવેલ છે તે માત્ર નામ પૂરતાજ છે. જો સરકારને પ્રજાની સુખાકારી માટે કામ કરવું જ હોય તો ફૂલઝર ડેમમાંથી ૩૩ ફૂટ કાપ ઉપાડી લેવામાં આવે તો આ વિસ્તારનાં સાત ગામોને સિંચાઈનું પાણી અને પાનેલી ગામને પીવાના પાણીનો વર્ષો સુધી ઉકેલ આવી શકે તેમ છે. પણ સરકારને આમા રસ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.