Abtak Media Google News
  • સુરત કોર્ટે મોલવી સોહેલ અબુબકર ટિમોલ ના રિમાન્ડ મંજુર કર્યા.
  • કોર્ટે દ્વારા 11દિવસ ના રિમાન્ડ મજુર કર્યા.
  • DCB પોલીસે 14 દિવસના રિમાન્ડની  માગણી કરી હતી.

સુરત ન્યૂઝ : સુરતમાંથી પકડાયેલા મૌલવીને 11 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે. કોર્ટે મોલવી અબુબકર ટિમોલના રિમાન્ડ મંજૂર કર્યા છે. કોર્ટ દ્વારા દસ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસે 14 દિવસના રિમાન્ડના માંગ્યા હતા. મૌલવીએ આમીલની પદવી મેળવી પણ છે.

Advertisement

મૌલવી ડોગરભાઈ પાકિસ્તાન અને શહેનાઝ સાથે સંપર્કમાં હતા. આ ઉપરાંત મૌલવી પાકિસ્તાનના હેન્ડલર સાથે સંપર્કમાં હતા. હિન્દુવાદી નેતા ટાર્ગેટ પર હતા. મૌલવીએ આમીલની પદવી પણ મેળવી છે. પોલીસનું માનવું છે કે આ કેસમાં મૌલવીની રિમાન્ડ પર તલસ્પર્શી પૂછપરછ પછી મોટાપાયા પર ફણગા ફૂટી શકે તેમ છે. તેથી આગામી સમયમાં આ કેસમાં બીજું મોટું કોઈ રહસ્યોદઘાટન થાય તો કોઈને આશ્ચર્ય નહીં થાય.

સુરતના રાષ્ટ્રીય સનાતન ધર્મના પ્રમુખ અને હિન્દુ નેતા ઉપદેશ રાણાની હત્યા કરવાના પ્લાન અંગે આરોપીઓના મોબાઈલ ફોનમાં ચેટ થઈ હતી. આ ઉપરાંત આરોપીઓના મોબાઈલ ફોનમાંથી હૈદરાબાદના ભાજપ ધારાસભ્ય રાજા સિંહ અને નુપુર શર્માને ધમકાવવાની અને નિશાન બનાવવાની યોજના પણ મળી આવી છે. આરોપીના ફોન પરથી પાકિસ્તાન અને નેપાળમાં અનેક કોલ કરવામાં આવ્યા છે. ચેટમાં પાકિસ્તાનથી હથિયાર મંગાવવાનો મામલો પણ સામે આવ્યો છે.

ભાવેશ ઉપાધ્યાય 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.