Abtak Media Google News

મે ડેનું સેલીબ્રેશન રમખાણોમાં ફેરવાયું: વાહનો સળગાવાયા, પેટ્રોલ બોમ્બ ફેંકાયા

પેરિસમાં ૧ મેના દિવસે મે ડેનું સેલિબ્રેશન થયા છે. આજે સેન્ટ્રલ ફ્રેન્ચ રાજધાની પેરિસમાં આ સેલિબ્રેશન રમખાણોમાં ફેરવાઇ ગયું હતું. પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોનના જાહેર ક્ષેત્રના સુધારાના વિરોધ કરવામાં આવેલા આ દેખાવો બદલ અંદાજિત ૩૦૦ જેટલાં વિરોધીઓની ધરપકડ કરવામાં આવી હતી. માસ્ક પહેરેલા યુવાનોએ મેકડોનાલ્ડ રેસ્ટોરાંની બહાર તોડફોડ કરી હતી, વાહનો સળગાવ્યા હતા. ટોળાંએ ’રાઇઝ અપ પેરિસ’, ’દરેક વ્યક્તિ પોલીસને નફરત કરે છે’ તેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

૧,૨૦૦ જેટલાં લોકોએ બ્લેક જેકેટ અને ફેસ માસ્ક પહેરીને ટ્રેડિશનલ મે-૧ યુનિયન આગેવાની હેઠળ આ રમખાણો કર્યા હતા. તોફાન અને વિરોધ બદલ પોલીસે ૧૦૦૦ થી વધુ લોકોની ધરપકડ કરી છે.

ડાબેરી આંદોલનકર્તાઓએ બારીઓમાંથી પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. આસપાસના વિસ્તારના વાહનોને નુકસાન પહોંચ્યાડ્યું હતું. જ્યારે અન્ય વિરોધીઓએ પોલીસ સાથે અથડામણ કરી હતી.

સેન્ટ્રલ પેરિસની સડકો પર સળગતી કારો અને અન્ય વાહનો જોવા મળી રહ્યા છે. આ તમામ વિરોધીઓ વર્કર્સને ન્યાય અપાવવા માટે રમખાણો કરી રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.