Abtak Media Google News

કોરોનાના વિકાસમાં રોડા!

કોરોના મહામારીના કારણે સંસદનું શિયાળુ અને બજેટ સત્ર સંયુક્ત યોજાય તેવી શકયતા

કોરોના મહામારીના કારણે સંસદનું આગામી શિયાળુ સત્ર નિષ્ફળ રહે તેવી ભીતિ છે. વધતા કેસને લઈ સરકાર ચિંતિત છે. જેના પરિણામે સંસદનું શિયાળુ સત્ર અને બજેટ સત્ર સંયુક્ત યોજાશે. સામાન્ય રીતે બજેટ સત્ર પહેલા અભિપ્રાય માંગવામાં આવતા હોય છે. વિકાસની ચર્ચા થાય છે. અલબત્ત આ વર્ષે પરિસ્થિતિ અનુકૂળ નથી. વિકાસની વાતો નહીં થાય.

શિયાળુ સત્ર દરમિયાન મહત્વના બિલ  પસાર થતા હોય છે. જોકે, આ વખતે સમય પૂરતો નહીં મળે. કોરોના વિકાસમાં રોડો બન્યો છે. શિયાળુ સત્ર નિષ્ફળ જશે. કોરોના મહામારીને ધ્યાને રાખીને આ વખતે સંસદનું શિયાળુ સત્ર સ્થગિત કરી દેવામાં આવ્યુ છે. શિયાળુ સત્રને આગામી ચોમાસું સત્ર સાથે મર્જ કરી દેવામાં આવશે. વધી રહેલા કોરોનાનું સંક્રમણને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

એક તરફ કોરોના મહામારીના કારણે આર્થિક બાબતો ઉપર ગંભીર અસર પડી છે, બીજી તરફ બજેટ પહેલા આવી ચડેલી મુશ્કેલીના કારણે સૂચનો મંગાવી શકશે નહીં, તંદુરસ્ત ચર્ચા માટે પણ અવકાશ ઓછો રહેશે.

એવું પણ નથી કે શિયાળુ સત્ર પ્રથમ વખત મોડું થયું હોય અગાઉ સંસદમાં ૬૫ વખત શિયાળ સત્ર મોડા થયા હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત વર્ષ ૧૯૫૨થી લઈ ૨૦૧૯ સુધી પણ આવી રીતે તકલીફ ઉભી થઈ હતી. વર્ષ ૧૯૬૨-૬૩માં શિયાળુ સત્રનો પ્રથમ ભાગ ૧૮ નવેમ્બર થી ૧૨ ડિસેમ્બર સુધી જ્યારે દ્વિતીય ભાગ જાન્યુઆરી ૨૧ થી ૨૫ (૧૯૬૩) સુધી યોજાયો હતો. આવી જ સ્થિતિનું નિર્માણ ૨૦૦૩માં પણ થયું હતું.

નોંધનીય છે કે, સપ્ટેમ્બર મહિનામાં સંસદનું ચોમાસુ સત્ર પોતાના નિર્ધારીત સમય કરતા આઠ દિવસ પહેલા અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરી દેવામા આવ્યુ હતું. નાનો ગાળો હોવા છતાં પણ સંસદના બંને સદનમાં સત્ર દરમિયાન ૨૫ બિલ પાસ કરી દેવામાં આવ્યા હતા. રાજ્યસભા અને લોકસભાના બંને સદનમાં સતત દશ દિવસ સુધી કામ ચાલ્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.