Abtak Media Google News

કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠકના  ભાજપના ઉમેદવાર

રાજકીય સામાજીક આગેવાનો  સાંસદો મંત્રી પૂર્વ મુખ્યમંત્રી, ધારાસભ્ય, વેપારી, ઉદ્યોગપતી રાજવીઓની વિશાળ ઉપસ્થિતિમાં સામુહિક ધોરણે  લેવાયો વિજય સંકલ્પ

લોકસભા ચૂંટણીનું રણશીંગુ ફુંકાયુ છે ત્યારે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ બેઠક પર  ભાજપે કેન્દ્રીય મંત્રી દિગ્ગજ  કિસાન નેતા અને પક્ષના સામાન્ય કાર્યકરથી લઈ પ્રદેશ પ્રમુખ રાષ્ટ્રીય  કાર્યકારીણી, ધારાસભ્ય મંત્રી રાજયસભાના સાંસદ તરીકેની સફળ કારકીદી ધરાવતા  પરષોતમભાઈ રૂપાલાને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપના ઉમેદવાર તરીકે રૂપાલાને ઠેર ઠેર  આવકાર મળી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી અને રાજકોટ માટે ભાજપના ઉમેદવાર પરષોતમભાઈ રૂપાલાએ ડો. વલ્લભભાઈ કથીરીયાના ઘેર શિરામણ કર્યું હતુ.

રાજકોટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર   પશુપાલન, ડેરી અને મત્સ્ય પાલનના મંત્રી તરીકે ફરજ બજાવી રહેલ   પુરુષોત્તમભાઈ રૂપાલા. ખૂબ જ જૂના કસાયેલા કાર્યકર, ભારતીય જનતા પાર્ટીના સામાન્ય કાર્યકર થી માંડીને પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય કાર્યકારણી, ધારાસભ્ય, ગુજરાત સરકારમાં મંત્રી, હાલ રાજ્યસભા સાંસદ અને ભારત સરકારમાં  મંત્રી તરીકે ઉતમ કારકીદી ધરાવનાર એક સારા ઉમેદવાર રાજકોટ ને મળેલ છે.આજે જ્યારે ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે, ત્યારે   પુરુષોત્તમભાઈ રૂપાલા મારા નિવાસ્થાને બ્રેક ફાસ્ટ માટે પધારેલ. આવનારા દિવસોમાં અંદર ચૂંટણીની રણનીતિ કેવી રીતે ઘડવી તેનો વિચાર કરી. રાજકોટ સીટ પર 7 લાખથી પણ વધુ લીડ સાથે રૂપાલાજીને  જીતાવીએ તે સંકલ્પ સાથે હાંકલ કરી હતી.

Whatsapp Image 2024 03 21 At 17.28.34 Df047943

આપણી આસપાસ નો એક પણ વ્યક્તિ કે મતદાર વોટીંગ કર્યા વગર ન રહે તેનું ખાસ વિશેષ ધ્યાન રાખીએ. ભારતીય જનતા પાર્ટીએ પક્ષ નહીં પણ દેશ મહાન છે આ રાષ્ટ્ર ને ગૌરવ વંતુ બનાવવા માટે વિશ્વમાં જે સ્થાન પ્રાપ્ત કરાવ્યુ છે તેવા આદરણીય પ્રધાનમંત્રી   નરેન્દ્રભાઈ મોદીના 2047 ના વિકસીત ભારત ના સ્વપ્નને સાકાર કરવા વિકાસની યાત્રાએ રફતાર પકડી છે. આવનારા દિવસોમાં પ્રગતિ સાથે ભારત વર્ષ પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વિશ્વની મહાસતા બને તે માટે પ્રચંડ પુરુષાર્થ દ્વારા સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ સૌનો વિશ્વાસ સૂત્ર ને સાર્થક કરીએ.

Whatsapp Image 2024 03 21 At 17.28.23 9826Ba1B

આ પ્રસંગે ગુજરાત સરકારના પૂર્વ મુખ્મંત્રી  વિજયભાઈ રૂપાણી, કર્ણાટક ના પૂર્વ રાજ્યપાલ  વજુભાઈ વાળા, ગુજરાત સરકારના મંત્રી   ભાનુબેન બાબરીયા, રાજકોટ વિધાનસભાના સભ્ય   રમેશભાઈ ટિલારા, ડો. દર્શિતાબેન શાહ, રાજકોટ રાજવી  માંધાતા સિંહ, મેયર   નયના બેન પેઢડીયા, પૂર્વ સાંસદ રામજીભાઇ માવાણી અને રમાબેન માવાણી, કુલપતિ  નીલાંબરીબેન દવે, પૂર્વ કુલપતિ   કમલેશભાઈ જોશીપૂરા, ગીરીશભાઈ ભીમાણી,જી.ટી.યુ ના પૂર્વ કુલપતિ શ્રી ડો. નવીનભાઈ શેઠ, પૂર્વ મંત્રી અરવિંદભાઈ રૈયાણી,  પૂર્વ ધારાસભ્ય અને મંત્રી  ગોવિંદભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ટપુભાઈ લીંબાસિયા, બાવનજીભાઈ મેતલીયા, આપાગીગા ઓટલાના મહંત   નરેન્દ્રબાપુ,  કલ્પકભાઈ મણીઆર, ભાનુભાઈ મેતા, વી.પી. વૈષ્ણવ, દેવશીભાઈ ટાઢાણી, ડો. પ્રકાશ મોઢા, હંસરાજભાઇ ગજેરા, ગુણવંતભાઈ ડેલાવાળા, કિશોરભાઈ આંદીપરા, જીમ્મી અડવાણી, જય માવાણી , નિલેશભાઈ શાહ, મિતલભાઈ ખેતાણી, રમેશભાઈ ઠક્કર, રતિભાઈ સાવલિયા, દિલીપભાઈ સખીયા, અમિતભાઈ શિયાણી, ડો. દીપક પીપળીયા, અરવિંદ મણીઆર ટ્રસ્ટના  નિલેશભાઈ શાહ, શ્રી ધોળકિયા, ડો. રમેશભાઈ ભાયાણી, ઈઅ પી. આર. ધોળકિયા, શશીભાઈ જોશી, પ્રતિક સંઘાણી, ચંદ્રેશભાઈ કિશાન ગૌ શાળા, કેતનભાઈ પાવાગઢી, શાતુંભાઈ રુપારેલિયા, નિતેશભાઈ કથીરિયા, અપૂર્વભાઈ મણિઆર, એન.વી. પટેલ, પિનાકીનભાઈ રાજ્યગુરુ, જયંતભાઈ પંડ્યા, રમણીકભાઈ કોટડીયા, જગતસિંહ જાડેજા, ધનસુખભાઈ વોરા, પ્રો.રમેશભાઈ કોઠારી,ડો. દર્શનાબેન પંડ્યા, જયપાલ રાઠોડ, ભાવેશભાઈ ગઘેથરીયા, નિકુંજ પટેલ, જીતુભાઈ કથીરિયા, એડવોકેટ વિજયભાઈ વ્યાસ, ભરતભાઈ મહેતા, રાજુભાઇ મહેતા (ભાભા હોટલ), નલીનભાઈ ઝવેરી, હિરેન ભાઈ હાપલિયા,ડો. કેતનભાઈ બાવીસી, મનોજભાઈ પટેલ (કુમકુમ ગ્રુપ),પોપટભાઈ ચનીયારા, મુરલીભાઈ દવે, નિલયભાઈ ડઢાણીયા, યુસુફ માંકડા ( જોહર કાર્ડ ), નરેન્દ્રભાઈ દવે, નરેન્દ્રભાઈ ડવ, દેવેન્દ્રભાઈ જાની, કૌશિકભાઈ મહેતા, રમેશભાઈ વોરા, નિતિનભાઈ રાઈચૂરા, મેઘજીભાઈ ઘેલાણી, વીરજીભાઇ સતાણી, ડો. મેઘાણી, ડો. ડોબરિયા, ડો. ટીલાળા, નાગજીભાઈ સેરડીયા,કિશોરભાઇ ઘોડાસરા, રજની સખીયા, છગનભાઈ કથીરિયા, બાબુભાઈ ભૂત, ડો. પ્રદીપ કણસાગરા, નરેન્દ્ર વાછાણી, રાજુભાઇ દોશી, રમેશભાઈ લાઠીયા,મગનભાઇ પટેલ, દામજીભાઇ, નરોતમભાઈ પરસાણા, ભરતભાઈ પરસાણા, વસંતભાઈ લીંબસિયા, રામજીભાઇ ઘેલાણી, બ્રિન્દા પટેલ, ભાવનાબેન જોશીપુરા, પુજા પટેલ, કિરણબેન માકડીયા, તેમજ અનેક સામાજીક આગેવાનો, ઉધોગપતિ, ડોક્ટર મિત્રો અને પરિવારજનોએ આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને રૂપાલાજી ને પ્રચંડ વિજય અપાવવા હાંકલ કરી હતી.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.