Abtak Media Google News

રૂ ૨૦૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા આયુર્વેદીક રીસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કરતા મોદી: ૨૦૦ વૈજ્ઞાનિકો વિવિધ જડીબુટ્ટી પર કરશે સંશોધન

ઉત્તરાખંડના પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદીએ કેદારના મંદિરમાં પૂજા-રૂદ્રાભિષેક કર્યા બાદ હરિદ્વારમાં પતંજલિ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘઘાટન કર્યું હતું. મોદીઅે કહ્યું કે, બાબા રામદેવે યોગને આંદોલન બનાવ્યું અને વિશ્વમાં યોગ પ્રત્યે જિજ્ઞાસા પેદા કરી દીધી છે. પતંજલિ રિસર્ચ સેન્ટર વિશ્વના કોઈ પણ અત્યાધુનિક રિસર્ચ સેન્ટરને ટક્કર આપી શકે છે. પતંજલિ દ્વારા મોદીને રાષ્ટ્ર ઋષિનું સન્માન આપવામાં આવ્યું હતું.

મોદીએ પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું હતું કે, બાબાએ સરપ્રાઈઝ આપીને ભાવુક્તાી મારું સન્માન કર્યુ.  સન્માન આપીને મારી જવાબદારી વધારી દીધી છે. મને દેશવાસીઓના આશીર્વાદ પર ભરોસો છે. તેઓ મારી ઊર્જાના ોત છે. બાબાની જડીબુટ્ટી નવી તાકાત આપે છે. પૂર્વજોએ નવી નવી શોધ માટે સમગ્ર જીવન વીતાવી દીધું. આપણે તેમની શ્રેષ્ઠતાને ભૂલવાનો પ્રયત્ન કર્યો. રિસર્ચની ઉદાસીનતાના કારણે આપમે વિશ્વમાં આપણો પ્રભાવ છોડવામાં સફળ ન યા. આઈટી ક્રાંતિ બાદ આપણે ફરી વિશ્વને આકર્ષિત કર્યું. યોગ એક એવું વિજ્ઞાન છે જે આત્માની ચેતના માટે જરૂરી છે. બાબા રામદેવે યોગને આંદોલન બનાવ્યું અને વિશ્વમાં યોગ પ્રત્યે જિજ્ઞાસા પેદા કરી દીધી છે. પતંજલિ રિસર્ચ સેન્ટર વિશ્વના કોઈ પણ અત્યાધુનિક રિસર્ચ સેન્ટરને ટક્કર આપી શકે છે.

બાબા રામદેવે કહ્યું કે મોદી રાષ્ટ્ર ગૌરવ અને વિશ્વ નાયક છે. તેમણે વિશ્વ સ્તરે ભારતને ગૌરવ અપાવ્યું છે. પીએમના નેતૃત્વમાં સત્તા પરિવર્તન યું. તેમણે યોગને જન આંદોલન બનાવ્યું. પીએમ મોદીના હામાં દેશ સુરક્ષિત છે. વડાપ્રધાન દેશને આગળ વધારવા માટે કર્મયોગીની જેમ કામ કરી રહ્યા છે. પતંજલિ દ્વારા મોદીને રાષ્ટ્ર ઋષિનું સન્માન આપવામાં આવ્યું હતું. બાબા રામદેવે કહ્યું હતું કે, ૨૧ જૂને વિશ્વ યોગ દિવસ પર અમદાવાદમાં ૫ લાખ લોકો એક સો યોગ કરશે.

પતંજલિ આયુર્વેદ રિસર્ચ સેન્ટરમાં આશરે ૨૦૦ વૈજ્ઞાનિકો વિવિધ જડીબુટ્ટીઓ પર રિસર્ચ કરશે. આયુર્વેદ રિસર્ચ સેન્ટરની સો બાબા રામદેવે એક હર્બલ ગાર્ડન પણ તૈયાર કર્યો છે. આ રિસર્ચ સેન્ટર બનાવવામાં આશરે ૨૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ યો છે. આ દેશનું સૌી મોટું આયુર્વેદિક રિસર્ચ સેન્ટર છે.

અહીંયા કેન્સલ જેવી ખતરનાક અને જીવલેણ બીમારીની સારવાર માટે આયુર્વેદિક દવાઓ તૈયાર કરાશે. ઈન્સ્ટિટ્યૂટમાં વિશ્વ કક્ષાની ૮ લેબ્સ છે. આ ઉપરાંત પ્રાણીઓ પર રિસર્ચ માટે અલગી એનિમલ હાઉસ પણ બનાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.