Abtak Media Google News

રૂ.5 લાખની ઘર વખરી  બળીને ખાક વૃધ્ધ દાઝયા

પાટડી તાલુકાના માલવણ ગામે વૃધ્ધ દંપતીના ઘરમાં ગેસ સિલિન્ડરમાં આગ લાગતા રૂ. 5 લાખની ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી. આ ઘટનામાં આગ બુઝાવવા જતા વૃધ્ધ પણ દાઝ્યા હતા. આજુબાજુના પાડોશીઓએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સમય સૂચકતાના કારણે સદભાગ્યે જાનહાની ટળી હતી.

પાટડી તાલુકાના માલવણ ગામે લુહાર શેરીમાં નાગરભાઇ પ્રભુભાઇ પટેલ ( ઉંમર વર્ષ 70 ) પોતાની પત્નિ મુક્તાબેન પટેલ ( ઉંમર વર્ષ- 67 ) સાથે રહે છે. ત્યારે બપોરના સમયે મુક્તાબેન રસોઇ બનાવી રહ્યાં હતા. ત્યારે ગેસનો બાટલો લીકેજ થતાં ઘરમાં આગ લાગી હતી. અને પળવારમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ. આ ઘટનાની જાણ થતાં જેંતિભાઇ પટેલ અને આજુબાજુમાં રહેતા પાડોશીઓ ઠાકરશીભાઇ અને છગનભાઇ સહિતના લોકો આવી જઇને પાણીનો મારો ચલાવતા બેથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર મહદઅંશે કાબુ મેળવ્યો હતો.

આ આગની ઘટનામાં ઘરમાં ટીવી, ફ્રીજ, વોશીંગ મશીન, કબાટ, ગાદલા-ગોદડા અને ખેતી માટે રાખેલી પાઇપલાઇન સહિતનો સમસામાન બળીને ખાખ થઇ ગયો હતો. આ આગની ઘટનામાં ઘરમાં આગ બુઝાવવા જતા વૃધ્ધ નાગરભાઇ પટેલ હાથે, પગે અને શરીરના ભાગે દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા. આ આગની ઘટનામાં સમય સૂચકતાના કારણે સદભાગ્યે જાનહાની ટળી હતી. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા તાકીદે ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ બનાવ અંગે બજાણા પોલીસ મથકે પણ જાણ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.