Abtak Media Google News

અરવિંદ કેજરીવાલે મતદારોનો આભાર માન્યો

આપને ગુજરાતમાં જેટલા મત મળ્યા, તેનાથી તે હવે રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ : ગુજરાતમાંથી ઘણુ બધુ શીખવા મળ્યું

આમ આદમી પાર્ટીના પાર્ટીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમા તેમણે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બનવાની જાહેરાત કરી હતી અને પક્ષના કાર્યકર્તાઓ તથા દેશવાસીઓને અભિનંદન આપ્યા છે. તેમણે પોતાની વાતમાં ગુજરાતમાં આમ આદમીને જે મત મળ્યા છે તે પ્રમાણે હવે તે કાયદાકીય રીતે રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ હોવાનું કહ્યું.

તેમણે ગુજરાત અંગે કહ્યું કે ગુજરાતના લોકોએ આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી બનાવી દીધી છે. આમ આદમી પાર્ટીને ગુજરાતમાં જેટલા મત મળ્યા છે તેનાથી તે હવે રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. દેશમાં ઘણી ઓછી પાર્ટી છે કે જે રાષ્ટ્રીય પાર્ટી બની છે, ફક્ત 10 વર્ષ અગાઉ આ પાર્ટી બની હતી તે આજે બે રાજ્યમાં સરકાર ધરાવે છે અને આજે તે રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. આ એક આશ્ચર્યજનક રીતે  સિદ્ધિ છે. હું ગુજરાતના લોકોનો અભિનંદન આપું છું કે તમારા તરફથી મળેલા પ્રેમ, સન્માન બદલ હું ગુજરાતના લોકોનો જીવનભર આભારી રહીશ. મને ગુજરાતમાંથી ઘણુ બધુ શીખવા મળ્યું છે. ગુજરાત એક દ્રષ્ટિએ ભાજપનો ગઢ માનવામાં આવે છે. ભાજપના આ ગઢને ભેદવામાં અમે સફળ રહ્યા છીએ. આગામી સમયમાં અમે વધુ સારું કામ કરશું.

ગુજરાતમાં આમ આદમીને આશરે 13 ટકા મત મળ્યા છે. અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીને 48 લાખ જેટલા મત મળ્યા છે.આટલા બધા લોકોએ અમારા પર વિશ્વાસ કર્યો, અમને મત આપ્યા છે. તમારા આશીવાદથી આગામી સમયમાં અમે વધુ સફળતા મેળવી તમારી સેવા કરશું. અમે બિલકુલ એક હકારાત્મક અભિયાન ચલાવ્યું. કોઈ જ અપશબ્દો બોલ્યા નથી. કોઈની વિરુદ્ધ બોલ્યા નથી.

કાર્યકર્તાઓને થોડો આરામ કરી ફરી કામે લાગી જવા કેજરીવાલની અપીલ  કેજરીવાલે કહ્યું કે અમે ફક્ત કામની વાત કરી છે. અમે દિલ્હી તથા પંજાબમાં કરેલા કાર્યો લોકો સમક્ષ રજૂઆત કર્યાં, અને જો અમને ગુજરાતમાં તક મળશે તો અમે આ કામ અહીં પણ કરશું. આ જ વાત અમને અન્ય પક્ષોથી અલગ કરે છે.અમે પાયાગત જરૂરિયાત અંગે વાત કરી છે અને હકારાત્મક વાત કરી છે. અમે ઈમાનદાર, દેશભક્ત લોકો છીએ. અમે ગુજરાતના લોકોનો આભાર વ્યક્ત કરી છીએ. ગુજરાતમાં જેટલા કાર્યકર્તા છે, જેમણે દિવસ રાત કામ કર્યું છે તે બદલ હું આભાર વ્યક્ત કરું છું. તેમણે કાર્યકર્તાઓને હાકલ કરી કે ફક્ત મત માટે જ કામ ન કરશો. તમે સૌ કોઈની સેવા કરો પછી ભલે તે કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડાયેલ હોય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.