Abtak Media Google News

કુદરતના સાનિધ્યે જાવ ઊંડા શ્ર્વાસ લો, વૃક્ષોને ભેટો અને પ્રેમ આપો-પ્રેમ મેળવો

હાલ ભારત સહિત સમગ્ર વિશ્ર્વમાં કોરોનાનો કહેર છે ત્યારે ઈઝરાયલમાં કોરોના વાયરસથી બચવા લોકો વૃક્ષોને ભેટી રહ્યાં છે. સત્તાવાળાઓએ પણ લોકોને વૃક્ષોને ભેટવાની સલાહ આપી છે. ભારત સહિત સમગ્ર વિશ્ર્વમાં કોરોના વાયરસનો કાળો કેર પ્રવર્તે છે અને કોરોનાને અટકાવવા માટે પગલા લેવાઈ રહ્યાં છે. ભારતમાં પણ કોરોનાથી બચવા આયુર્વેદિક ઉકાળા, દવા તથા અન્ય ઉપાયો અજમાવવામાં આવી રહ્યાં છે. વિશ્ર્વના અન્ય દેશોમાં પણ વિવિધ ઉપાયો અજમાવવામાં આવી રહ્યાં છે.

કોરોના સમયે એકબીજાનાં સંપર્ક આવવા કે અડતા પણ લોકો ડરી રહ્યાં છે. હાથ પણ મિલાવતા ડરે છે ત્યારે લોકો એકબીજાને ભેટે ક્યાંથી ? આવા સમયે ઈઝરાયલમાં લોકોએ કુદરતનો સહારો લીધો છે. લોકો કુદરતના ખોળે પહોંચ્યા છે. લોકો વૃક્ષોને ભેટી કોરોના સામે રક્ષણ મેળવવા પ્રયાસ કરી રહ્યાં છે.

ઈઝરાયલના એપોલોનીયા નેશનલ પાર્ક જણાવે છે કે, અમે વિશ્ર્વભરના લોકોને કહીએ છીએ કે ઘરની બહાર નીકળી કુદરતના સાનિધ્યે જાવ, ઉંડા શ્ર્વાસ લો અને વૃક્ષને ભેટી તમારો પ્રેમ બતાવો અને વૃક્ષ પાસેથી પ્રેમ મેળવો.

તેલઅવીવથી ૧૫ કિ.મી. દૂર આવેલા આ પાર્ક ખાતે ઘણા લોકો પોતાના પ્રવાસનું આયોજન કરે છે. આ પાર્કમાં આવી લોકો કુદરતના સાનિધ્યે રહે છે. ઉંડા શ્ર્વાસ લે છે અને વૃક્ષોને ભેટી કોરોનાથી બચવા માટેનો પ્રયત્ન કરે છે. માનવીની સૌથી મોટી જ‚રીયાત જોડાણ છે પછી તે માનવી સાથેનું હોય, પ્રાણી સાથેનું હોય કે વૃક્ષ જેવા કોઈ કુદરતી સાથેનું હોઈ શકે છે. નાનપણથી જ આપણને સ્પર્શ, ભેટવું વગેરેથી લાગણી વ્યકત કરવાનું શીખવવામાં આવે છે. પણ અત્યારના સંજોગોમાં નાના બાળકોને પણ ભેટી શકાય તેમ નથી ત્યારે કુદરતના પવિત્ર નિર્માણ સમાન વૃક્ષોને ભેટવું એ અદ્ભૂત છે. પ્રેમ મેળવવાની અને આપવાની રીત તેમ બાર્બરા ગ્રાન્ટ જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.