Abtak Media Google News

જહાજ મંત્રાલયે કોલકાતા બંદરના હલ્દીયા ડોક કોમ્પ્લેક્સ માટે આધુનિક અગ્નિશમન સુવિધાઓ માટે રૂ. 107 કરોડની મંજૂરી આપી

બંદર પર સલામત અને સુરક્ષિત કાર્ગો ઓપરેશન માટે નિર્ણાયક પગલું

કેન્દ્રીય જહાજ રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ કોલકાતા બંદરના હલ્દીયા ડોક કોમ્પ્લેક્સ ખાતે પાંચ જેટી પર અગ્નિશમન સુવિધાઓ વધારવા માટે રૂ. 107 કરોડની મંજૂરી આપી છે.

આધુનિક અગ્નિશામક સુવિધા એ પેટ્રો-કેમિકલ ઉત્પાદનોના પરિવહનને સુરક્ષિત રીતે સંચાલિત કરવામાં હલ્દીયા ડોક કોમ્પ્લેક્સને સક્ષમ બનાવશે. હાલની અગ્નિશમન સુવિધા, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના ઓઇલ ઉદ્યોગ સલામતી નિયામક (OISD) ની માર્ગદર્શિકા મુજબ એલપીજી અને અન્ય પેટ્રોલિયમ પેદાશોના પરિવહન માટે પર્યાપ્ત નથી. જહાજ મંત્રાલયે તમામ મોટા બંદરો પર કાર્ગો ઓપરેશનની સલામતી અને સુરક્ષાને પ્રાધાન્ય આપી રહ્યું છે. આ નિર્ણય આગ સલામતી માટે વૈશ્વિક ધોરણોના પાલન તરફ એક પગલું છે.

હલ્દીયા ડોક પર એલપીજી અને એલએનજી કાર્ગોના પરિવહનમાં નજીકના ભવિષ્યમાં વધારો થવાની સંભાવના છે. અત્યાધુનિક અગ્નિશામક માળખું કોલકાતા બંદરને ઓઆઇએસડી માર્ગદર્શિકાનું પાલન કરીને પેટ્રો-કેમિકલ માલને સલામત અને સુરક્ષિત રીતે સંચાલિત કરવામાં મદદ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.