Abtak Media Google News

આમ આદમી પાર્ટી  ગુજરાતના ઉપાધ્યક્ષ અર્જુન રાઠવાએ રાજીનામું ધર્યું

પ્રદેશ નેતૃત્વની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠ્યા : અર્જુન રાઠવા છોટાઉદેપુર વિધાનસભા લડી ચુક્યા છે

દેશમાં લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. ત્યારે આપ સહિતના વિપક્ષી દળોએ સાથે મળી ગઠબંધનની રચના કરી હતી. જયારે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પણ કોંગ્રેસ સાથે મળીને લોકસભા લડવાની જાહેરાત કરી હતી. પરંતુ ગુજરાતમાં ‘આપ’ના કોઈ ઠેકાણા રહ્યા નથી. અગાઉ પણ એક પ્રદેશ ઉપાધ્યક્ષ અને 20 કાર્યકરોએ આમ આદમી પાર્ટી છોડી હતી. તાજેતરમાં પ્રદેશ ઉપાધ્યક્ષ અને છોટાઉદેપુર જિલ્લાનાના કદ્દાવર નેતા અર્જુન રાઠવાએ આપ માંથી રાજીનામું આપ્યું છે.

અહેવાલ અનુસાર આપ રાષ્ટ્રીય કાર્યકારિણી સદસ્ય અને ગુજરાતના પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુન રાઠવાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. તેઓ અગાઉ છોટાઉદેપુર વિધાનસભા લડી ચુક્યા છે. તેમણે તાજેતરમાં આપ પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીને પત્ર લખી તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યા હોવાનું જણાવ્યું હતું. આદિવાસી નેતા અર્જુન રાઠવાએ રાજીનામું આપવા પાછળ આપ પ્રદેશ નેતૃત્વની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. અગાઉની વિધાનસભા ચૂંટણીનું નુકસાન પ્રદેશ સંગઠનના શીર્ષ નેતૃત્વને કારણે થયું હોવાનું તેમણે કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે, “પાર્ટીના પ્રમુખ કાર્યકર્તાઓ ગંભીરતાપૂર્વક કામ કરતા ન હોવાથી મેં રાજીનામું આપ્યું છે.” આગામી સમયમાં તે અન્ય કોઈ દળ સાથે જોડાશે કે કેમ તેની સ્પષ્ટતા કરી ન હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.