Abtak Media Google News

વનડે વિશ્વ કપ માટે ભારતીય ટીમમાં ચાર ગુજરાતીઓને સ્થાન મળ્યું : યશસ્વી જયસ્વાલ જેવા નવોદિતોની અવગણના

ભારતે વિશ્વકપ 2023 માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈંડિયામાં અનુભવી ખેલાડીઓને પ્રાથમિકતા આપવામાં આવી છે.  હાર્દિક પંડ્યા ટીમ ઈંડિયાના ઉપકપ્તાન રહેશે. કેએલ રાહુલ અને શ્રેયસ ઐય્યર પણ ટીમનો ભાગ છે. વિરાટ કોહલી, શુભમન ગિલ અને સૂર્યકુમારને પણ સ્થાન આપવામાં આવ્યુ છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને તક મળી છે. શાર્દુલ ઠાકુર પણ સ્થાન બનાવવામાં સફળ થયા છે.

બીસીસીઆઈની સિલેક્શન કમિટીએ વિશ્વકપ માટે સંતુલિત ટીમની પસંદગી કરી છે. રોહિતની સાથે શુભમન ગિલ ઓપનિંગ કરી શકે છે. ટીમમાં ઈશાન કિશન પણ છે. ઈશાન ઓપનિંગની સાથે સાથે મિડલ ઓર્ડરમાં પણ બેટિંગ કરવામાં સક્ષમ છે.  શ્રેયસ ઐય્યર અને કેએલ રાહુલ પર વિશ્વાસ બતાવવામાં આવ્યો છે. રાહુલે એશિયા કપ 2023માં અત્યાર સુધી એક પણ મેચ રમી નથી. જો કે આમ છતા વિશ્વકપની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. સૂર્ય કુમાર યાદવ પણ ટીમનો એક ભાગ છે.

ઓલરાઉંડર રવિન્દ્ર જડેજા અને અક્ષર પટેલને ટીમમાં સ્થાન મળ્યુ છે. જડેજા અનેક વખત દમદાર પ્રદર્શન કરી ચુક્યા છે. જો ભારતના બોલિંગ અટેકની વાત કરીએ તો બુમરાહની સાથે સાથે મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવ ટીમનો ભાગ છે.  કુલદીપ સ્પિન બોલિંગ સાથે એક્સ ફેક્ટર સાબિત થઈ શકે છે. બુમરાહની વાત કરીએ તો તે ઘાયલ થયા પછી શાનદાર કમબૈક કર્યુ છે. બુમરાહ નેપાળ વિરુદ્ધ એશિયા કપ 2023ની મેચમાં મેદાનમાં ઉતર્યા નથી. પણ તેઓ જુદી મેચમાં રમી શકે છે. આ પહેલા તેમણે આયરલેંડ વિરુદ્ધ પણ ટીમ લીડ કરી હતી.

પરંતુ યશસ્વી જયશવાલ જેવા નવોદિત ખેલાડીઓની બાદબાકી કરતા ભારતીય સિલેક્ટરોને લોઢાના ચણા ચાવવા પડ્યા છે. કે જે ટીમ સિલેક્શન કરવામાં આવ્યું તેમાં રહેલા ખેલાડીઓ જો પોતાનો ઉત્કૃષ્ટ પ્રદર્શન નહીં કરે તો અનેક પ્રશ્નો ઉભા થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.