Abtak Media Google News

બંદુક, વાહન અને બે બાઈક  સહિતનો મુદામાલ કબ્જે

હળવદના કડિયાણા (વિડ) જંગલ નજીક રોજડા (નિલગાય)નો શિકાર કરતા શિકારીઓ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર, હળવદના કડિયાણા (વિડ) જંગલ નજીક બંદુકના ભડાકાનો અવાજ આવતા આસપાસના ગામ લોકોએ તપાસ કરતા કડિયાણા (વિડ) જંગલમાં રોજડાનો શિકાર થયાનુ સામે આવ્યુ હતું. જેને લઇ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી અને એવો આક્ષેપ પણ કર્યો હતો કે આવું પહેલીવાર નથી થયું છેલ્લા કેટલાય દિવસોથી બંદુકથી શિકાર કરવાનુ ચાલુ છે. જે બનાવ અંગે પોલીસે અને વન વિભાગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, માળીયા પંથકના જ ઇસમો શિકાર કરી રહ્યા હતા.

Advertisement

જેને લઈ વિશ્વ હિન્દૂ પરીસદ અને બજરંગ દળના કાર્યકર્તા તેમજ ગામ લોકોએ ફોરેસ્ટના જવાનોને સાથે રાખી સ્થળ પર રેઇડ કરી શિકારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. અને બે ઇસમ પાસેથી 1 બંદુક. 1 માર્શલ ગાડી અને 2 બાઇક ઝડપી પાડ્યા હતા. જયારે માણસોને આવતા જોઈ જતા અન્ય શિકારીઓ ફરાર થયા હતા. તેમજ આરોપીઓની તપાસ કરી પૂછપરછ કરી તેમના ઠેકાણાઓની તપાસ કરતા  જેઠાભાઇ પટેલ નામના હળવદ લાટીવાળાની વાડીમાથી રોજડાનુ માસ મળી આવ્યુ હતું. તેમજ સમગ્ર મિશન મોરબી તથા હળવદ ફોરેસ્ટ ટીમ દ્વારા સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.