Abtak Media Google News

કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીએ ગુરુવારે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં રૂ. 2.50 પ્રતિ લીટરનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે શેરબજાર, પેટ્રોલ-ડીઝલની કિંમતો વિશે ઉંડાણપૂર્વક વાત કરી હતી. આ ભાવ ઘટાડામાં રેવન્યુ વિભાગને રૂ. 1.50 અને ઓઈલ કંપનીઓને 1 રૂપિયાની ખોટ સહન કરવી પડશે.

છેલ્લા કેટલાક સમયથી સતત ઈંધણના ભાવમાં વધારો થઈ રહ્યો છે. તેના કારણે સામાન્ય જનતાને મુશ્કેલીઓ સહન કરવી પડે છે. કેન્દ્ર સરકારની આ જાહેરાત પછી સામાન્ય વ્યક્તિને રાહત મળવાની શક્યતા છે. નાણાપ્રધાને કહ્યું છે કે, પેટ્રોલ-ડીઝલના ભાવમાં આ પ્રમાણે ઘટાડો કરવાથી કેન્દ્ર સરકારની આવક પર 10,500 કરોડનો બોજો પડશે.

આ પ્રેસ કોન્ફરન્સમાં અરુણ જેટલીએ સરકાર દ્વારા ઈંધણના એક્સાઈઝ ટેક્સમાં ઘટાડો કરવાની વાત કરી હતી. આ ઉપરાંત રાજ્ય સરકારને પણ વેટમાં ઘટાડો કરવાનું સુચન આપ્યું હતું. જેથી પટ્રોલ-ડીઝલના ભાવમાં અંદાજે અઢી રૂપિયા જેટલો ઘટાડો કરી શકાય.

 નાણાપ્રધાને બીજુ શું-શું કહ્યું પ્રેસ કોન્ફરન્સમાં 

* અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે પગલાં લેવામાં આવ્યા છે
* પેટ્રોલની એક્સાઈઝ ડ્યૂટીમાં રૂ. 1.50 સુધીનો ઘટાડો કરવામાં આવશે
* કેન્દ્ર સરકાર પેટ્રોલ ડીઝલમાં રૂ. 2.50 સુધીનો ઘટાડો કરવાનો પ્રયત્ન કરશે
* 4 વર્ષમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણના ભાવ સૌથી ઉચ્ચ સપાટીએ પહોંચ્યા છે
* રાજ્ય સરકારોએ પણ વેટમાં ઘટાડો કરવો જોઈએ જેછી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકાય
* ભારતીય બજાર પર અમેરિકન બજારની અસર થઈ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.