Abtak Media Google News

મુખ્ય ઇજનેર (ટેક) જે.જે.ગાંધી, જનરલ મેનેજર ફાઇનાન્સ કે.એસ.મલકાન સહિતના અધિકારીઓએ ગ્રાહકોના ઘરે જઈને ટ્રોફી અર્પણ કરી

PGVCL દ્વારા છેલ્લા 1 વર્ષમા પાંચ દિવસમાં વીજ બિલ ભરનારા 619 ગ્રાહકોને ટ્રોફી આપી સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે સિટી ડિવિઝન 3માં આવતા 19 ગ્રાહકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજકોટ શહેર વર્તુળ કચેરીનાં સિટી ડિવિઝન – 3 હેઠળ આવતા નાના મવા, માધાપર, મવડી રોડ, કાલાવડ રોડ, રૈયા રોડ અને વાવડી સબ ડિવિઝનનાં કુલ 19 વીજ ગ્રાહકો કે જેમના દ્વારા આખા વર્ષ દરમ્યાન સતત વીજ બિલ મળ્યાના પાંચ દિવસમાં વીજબિલ ભરપાઈ કર્યા હોય તેમના ઘેર જઈ તેમનું સન્માન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ.

Img 20220602 Wa0015

આ કાર્યક્રમમાં PGVCLનાં મુખ્ય ઇજનેર (ટેક) જે.જે.ગાંધી, જનરલ મેનેજર ફાઇનાન્સ કે.એસ.મલકાન,  મુખ્ય ઇજનેર આર.જે.વાળા, અધિક મુખ્ય ઇજનેર વી. એલ.ડોબરીયા, પી.સી.કાલરીયા, ડી.વી. લાખાણીનાં વરદ હસ્તે વીજ ગ્રાહકોને ટ્રોફી આપી બિરદાવવામાં આવેલ હતા.

સમયસર બિલ ભરવું રાષ્ટ્રનિર્માણમાં મારું યોગદાન માનું છું: જીતેન્દ્રભાઈ પરસાણા (ગ્રાહક)

Vlcsnap 2022 06 02 13H29M53S971

PGVCL દ્વારા સન્માનિત ગ્રાહક જીતેન્દ્રભાઈ પરસાણાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, સમયસર બિલ ભરવું એ મારી પ્રામાણિકતા છે અને ફરજનો ભાગ છે હું ડર વગર બિલ કરું છું રાષ્ટ્રનિર્માણમાં મારો સંપૂર્ણ યોગદાન રહે તે માટે હું ફરજના ભાગરૂપે બિલ ભરું છું બે જ દિવસ અંદર બિલ ભરી દેવાની મેં તકેદારી રાખી છે જે માટે હું સિસ્ટમથી કામ કરું છું.

ઓટોમેટીક મીટર રીડિંગ, સ્માર્ટ મીટર જેવી ટેકનોલોજી વીજચોરી કરતા લોકોને અટકાવશે: જે.જે ગાંધી (મુખ્ય ઈજનેર (ટેક)

Vlcsnap 2022 06 02 13H29M33S954

PGVCLના મુખ્ય ઇજનેર જે.જે ગાંધીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે,છેલ્લા છ મહિનાથી વીજ ચોરોને પકડવા PGVCL દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ઘણા ગ્રાહકો અને બિન ગ્રાહકોને વીજ ચોરી કરતા પકડી તેમના પર કડક પગલાં પણ લેવાના શરૂ કર્યા છે. આ પગલાં લેવા પાછળનું કારણ માત્ર એટલું જ છે કે લોકોને સાવચેત કરવાના છે.વીજચોરી કરતા અટકાવવા પાછળ આવા દંડાત્મક અને સર્જનાત્મક પગલાં લેવા પડે છે વીજચોરીના માર્ગે જતા લોકોને અટકાવવા આવા પગલાં લેવા પડે છે.ભવિષ્યમાં ઘણી નવી ટેકનોલોજી લાવી રહ્યા છીએ.જેમાં ઓટોમેટીક મીટર રીડિંગ સ્માર્ટ મીટર જે વીજ ચોરી કરતા ગ્રાહકોને ચોરી કરતા અટકાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.