Abtak Media Google News

જોઈન્ટ એમડી સહિતના અધિકારીઓએ નવા એમડીનું સર્કિટ હાઉસ ખાતે સ્વાગત કર્યું

પીજીવીસીએલનાં 19માં મેનેજિંગ ડાયરેકટર તરીકે આજરોજ  એમ.જે.દવેએ ચાર્જ સંભાળ્યો છે. તેઓને સર્કિટ હાઉસ ખાતે પીજીવીસીએલના અધિકારીઓએ આવકાર્યા હતા.

રાજ્યના 109 જેટલા આઈએએસ અધિકારીઓની બદલીના ઓર્ડર થયા હતા. જેમાં પીજીવીસીએલના એમડી વરૂણ કુમાર બરનવાલને બનાસકાંઠાના કલેકટર તરીકે બદલી કરવામાં આવી હતી. તેમની જગ્યા એ એમ.જે. દવેને મુકવામાં આવ્યા છે.એમ.જે. દવેએ આજે પીજીવીસીએલના એમડી તરીકે ચાર્જ સંભાળ્યો હતો. આ વેળાએ પીજીવીસીએલનાં જોઇન્ટ મેનેજિંગ ડાયરેકટર પ્રીતિ શર્મા તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ દ્વારા એમ.જે.દવેનું રાજકોટ ખાતે સ્વાગત કરવામાં આવેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.