Abtak Media Google News

મોવડી મંડળ સાથે ચર્ચા કર્યા બાદ શક્ય તેટલુ ઝડપી નવુ સંગઠન માળખુ જાહેર કરાશે: ઢોલરિયા

રાજકોટ જિલ્લા ભાજપના નવનિયૂક્ત પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરિયા આગામી સોમવારે વિધિવત રિતે ચાર્જ સંભાળી લેશે. મોવડી મંડળ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ એકાદ પખવાડીયામાં નવું સંગઠન માળખુ જાહેર કરી દેવામાં આવશે. ગત ગુરૂવારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા રાજકોટ શહેર, રાજકોટ જિલ્લા, કચ્છ અને મોરબી જિલ્લાના નવા પ્રમુખની નિમણુંક કરવામાં આવી છે. આજે શહેર ભાજપ પ્રમુખ તરીકે મુકેશભાઇ દોશીએ સવારે ચાર્જ સંભાળી લીધો હતો.

Advertisement

દરમિયાન આગામી સોમવારે સવારે 10 કલાકે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરિયા ચાર્જ સંભાળી લેશે. તેઓએ ‘અબતક’ સાથેની વાતચિત દરમિયાન જણાવ્યું હતું કે, ચાર્જ સંભાળ્યા બાદ મોવડી મંડળના અગ્રણીઓ સાથે બેઠક યોજી ખૂબ જ ટૂંક સમયમાં નવુ સંગઠન માળખુ જાહેર કરી દેવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.