Abtak Media Google News

ગત 10 વર્ષની સરખામણીમાં ગુજરાતમાં ફાર્મા કંપનીના પ્લાન્ટમાં વધારો

ભારત દરેક ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી એટલું જ નહીં વડાપ્રધાન મોદીના પાંચ ટ્રીલીયન ડોલર ઇકોનોમીના સ્વપ્નને સાકાર કરવા માટે મનિર્ભર બનવા તરફ પણ ભારત હાલ મથામણ અને મહેનત કરી રહ્યું છે. સરકારે લક્ષ્યાંક પણ નિર્ધારિત કર્યો છે કે ભારત ફાર્મા ક્ષેત્રે નિકાસ ની હરણફાળ ભરશે.  પરંતુ ખરી વાસ્તવિકતા તો એ છે કે જે રીતે ભારતે મેડિકલ ક્ષેત્રમાં પોતાનું આધીપત્ય સ્થાપિત કરવું જોઈએ એટલે કે જે આત્મનિર્ભરતા વધુ દાખવી જોઈએ તે કરવામાં ભારત હજુ પણ પોણું ઉતર્યું છે ત્યારે આ વાતને ગંભીરતાને ધ્યાને લઈ ભારત વર્ષ 2024 થી જ મેડિકલ ક્ષેત્રે આત્મનિર્ભર બનવા તરફની આગેકુછ કરશે. સૌથી જરૂરી રહે છે કે ભારતમાં ફાર્મા માર્કેટ રૂપિયા 4 લાખ કરોડ રૂપિયાનું છે અને તેમ છતાં ભારત 80 ટકાથી વધુ રો મટીરીયલ ચાઇના થી આયાત કરે છે.

એટલું જ નહીં વર્ષ 2023 માં ગુજરાત રાજ્યમાં ફાર્મા કંપનીઓ દ્વારા કરવામાં આવેલો નિકાસ 12 ટકા વધી ગયો છે. ગત દશ વર્ષમાં ગુજરાત રાજ્યમાં ફાર્મા કંપનીઓએ મસ્ત મોટા પ્લાન્ટ સ્થાપિત કર્યા છે જે સૂચવે છે કે ફાર્માનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે ત્યારે નિકાસ ને વેગ આપવા માટે ફાર્માસ્યુટિકલ કંપનીઓ એવી દવાઓ બનાવે છે કે જેમાં મસ્ત મોટું માર્જિન મળી શકે. ગુજરાત ફાર્માસ્યુટિકલ નો નિકાસ ગત નાણાકીય વર્ષમાં બે આંકડામાં પહોંચી ગયો છે અને તેની પાછળ સરકાર દ્વારા જે યોજનાઓ બહાર પાડવામાં આવી છે તે અત્યંત ઉપયોગી નીવડી છે. ગુજરાતમાં આશરે 4,000 થી વધુ ફાર્માસ્યુટિકલ ઉત્પાદન યુનિટો છે અને ગુજરાત અને ભારતની દવાઓનું ચલણ અને પ્રમાણ યુએસમાં પણ સૌથી વધુ જોવા મળી રહ્યું છે.

કોરોના બાદ લોકોમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે જાગૃતતા વધી છે. કારણ કે ભારત અને ગુજરાત મેડિકલ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યું છે અને ગુણવત્તા સભર દવાઓનું નિર્માણ પણ કરે છે જે નિકાસ વધારવા માટે આશીર્વાદ અને ઉપયોગી નિવર્યું છે. અમદાવાદ સ્થિત જે ફાર્માસ્યુટિકલ કંપની છે તેઓએ ગત વર્ષે 19 કરોડ રૂપિયાનું ટર્નઓવર કર્યું હતું જેમાંથી 12 કરોડ રૂપિયા ની નિકાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાતની દવા બનાવતી કંપનીઓ હાલ લેટીન અમેરિકા અને આફ્રિકામાં દવાઓની નિકાસ કરી રહી છે જે આવનારા દિવસોમાં દક્ષિણ પૂર્વી એશિયામાં પણ નિકાસ કરશે અને નાણાકીય વર્ષ 2024 માં નિકાસનો આંકડો 20 કરોડ રૂપિયાને પાર પહોંચશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ નિકાસ ને વેગ આપવા માટે ગુજરાતની ફાર્માસ્યુટિકલ કંપનીઓ એ પ્રકારની દવાઓ બનાવી રહી છે કે જેમાં માર્જિન વધુ મળે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.