Abtak Media Google News
  • ઉત્તર પ્રદેશના લોકો પણ શેર બજાર તરફ વળ્યા: ડિમેટ ધારકોની સંખ્યા 15 કરોડને પાર: ગુજરાત ત્રીજા ક્રમે

દેશમાં ડિમેટ ખાતા ખોલવાની સંખ્યામાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં દરરોજ સરેરાશ 1 લાખ થી વધુ ડિમેટ ખાતા ખુલી રહ્યા છે. શેર બજારમાં નાના નાના રોકાણકરો ની સંખ્યા વધી રહી હોવાને કારણે આ બની રહ્યું છે. ચોકાવનારી વાત તો એ છે કે હાલમાં ઉત્તર પ્રદેશ ડિમેટ ખાતા ખોલવામાં મોખરે છે. છેલ્લા ઘણા સમયથી ઉત્તર પ્રદેશમાં રોકાણકારોની સંખ્યા વધતી જાય છે તો મહારાષ્ટ્ર બીજા નંબરે છે. હાલમાં ગુજરાતનો નંબર ડિમેટ ખાતા ખોલવામાં ત્રીજો છે. રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ અનુક્રમે ચોથો અને પાંચમા સ્થાને છે.

કોવિડ પૂરો થયા પછી શેર બજારમાં રહેલી તેજીને કારણે પણ નવા નવા ડિમેટ ખાતાઓ ખુલી રહ્યા છે. ઘણા વર્ષો પછી મિડકેપ – સ્મોલકેપ  મા તેજી જોવા મળી રહી હતી. જોકે છેલ્લા પંદરેક દિવસથી  મીડકેપ-સ્મોલકેપ ના શેરો માં વેચવાની જોવા મળી રહી છે.  પ્રાઇમરી માર્કેટમાં ટીપ્લસ સીકસ માંથી ટીપ્લસ સીકસનું સેટલમેન્ટ થવાથી નાણા રોકવાનો સમય ઘટ્યો છે અને નાણાં ત્રીજા દિવસે જ છુટ્ટા થઈ જતા હોય રોકાણકરો પ્રાઇમરી માર્કેટ તરફ આકર્ષાય છે. નજીકના દિવસોમાં સેબી આઇ.પી.ઓ લાવવા માટેના નિયમોમાં સરળતા લાવી રહી છે જેની પણ પોઝિટિવ અસર બજારમાં જોવા મળશે. સેબી 1% ડિપોઝિટ ની જે જોગવાઈ છે તેમાં પણ છૂટછાટ આપવા જઈ રહી છે. ઉપરાંત પ્રમોટર્સ હોલ્ડિંગ ને લઈને હાલના નિયમોમાં પણ ફેરફાર કરી રાહત આપવા સેબી જઈ રહી છે. ઇસ્યૂ ની સાઈઝ ને લઈને પણ ડ્રાફ્ટ ડોક્યુમેન્ટ રજૂ કર્યા પછી પણ ફેરફારને સેબી માન્યતા આપે તેવી શક્યતાઓ છે.

સેક્ધડરી માર્કેટના ટીપ્લસ સીકસ ના સેટલમેન્ટ ને બદલે ટીપ્લસ સીકસ એટલે કે શેરો વેચ્યા ના દિવસે જ રોકાણકારોના ખાતામાં વેચેલા શેરોના નાણા જમા થઈ જશે. જોકે આમાં શરૂઆતમાં ફકત લિમિટેડ કંપનીઓના શેરો નો જ સમાવેશ થશે. ત્યાર પછી તબક્કાવાર આનો અમલ કરવામાં આવશે. શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણી ના જણાવ્યાનુસાર સેબીના નવા નિયમો જે અમલમાં છે અને ભવિષ્યમાં પણ આવી રહ્યા છે તે ઇન્વેસ્ટર્સ ફેન્ડલી છે રોકાણકારો ના હિત માટે છે.જેને લઈને ડિમેટ ધારકો ની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. શેરબજારના વોલ્યુમ માં પણ વધારો થઈ રહ્યો છે. સરકારને પણ એસ.ટી.ટી,જી.એસ.ટી અને સ્ટેમ્પ ડ્યુટી ની આવકમાં શેરબજારના થઈ રહેલા ટ્રાન્જેક્શન થી વધારો થઈ રહ્યો છે. એડવાન્સ ટેક્સ કલેક્શન ના આંકડાઓ ટૂંક સમયમાં જાહેર થશે અને જેને લઈને પણ બજારમાં પોઝિટિવ અસર જોવા મળશે.

લોકસભાની ચૂંટણી પૂરી થતાં જ તેમજ નવા પ્રધાનમંડળ ની રચના પછી બજારમાં ખાસ કરીને પ્રાઇમરી માર્કેટની ગતિવિધિઓ માં વધારો જોવા મળશે અને શેર બજાર વધુ મજબૂત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.