Abtak Media Google News

શહેર નાગરિક અભિવાદન સમિતિ દ્વારા જાંબાઝ પોલીસ જવાનોનું સન્માન કરવા યોજાયેલા કાર્યક્રમમાં સંસઓ કમિશનર અને મિનિસ્ટર સો ફોટા પડાવવામાં રહી વ્યસ્ત

તાજેતરમાં રાજકોટ નાગરિક અભિવાદન સમીતીના ઉપક્રમે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના અધિકારીઓ તા ૧૪૧ જેટલા જાંબાઝ પોલીસ જવાનોને સ્મૃતિ ચિહન એનાયત કરવાનો કાર્યક્રમ યોજાઈ ગયો પરંતુ સંસઓના પ્રતિનિધિઓની અધિકારીઓ-મંત્રીઓ સો ફોટા પડાવવાની લાલશાના પરિણામે આ કાર્યક્રમ ફોટોસેશન સમાન બની ગયો હતો અને ૧૪૧ જેટલા જાંબાઝ પોલીસ જવાનોનું સન્માન એકબાજુ રહી ગયું હતું.

Advertisement

આ કાર્યક્રમ યોજવાનો મુખ્ય હેતુ જવાનોને સ્ટેજ પર બિરદાવી તેમનું મોરલ વધારવાનો હતો. કમિશનરના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનો પ્રોહિબીશન, વણ ઉકેલાયા પ્રશ્ર્નો, મહિલા અત્યાચાર સામે કાર્યવાહી, વાહન ચોરી, સાયબર સેલ, મોબાઈલ ચોરી અને બોમ્બ સ્કવોર્ડ સહિતના મુદ્દે છેલ્લા એક વર્ષમાં સારી કામગીરી કરી રહી છે. આ કામગીરી બદલ જવાનોનું સન્માન વાનું Vlcsnap 2017 04 03 08H55M06S55હતું પરંતુ કાર્યક્રમમાં જવાનો ભુલાઈ ગયા હતા અને સંસઓના પ્રતિનિધિઓએ કમિશનર સો ફોટા પડાવી સંતોષ માન્યો હતો. ૧૪૧ જવાનોને સ્ટેજ પર બોલાવ્યા ન હતા. શહેરમાં ચાલતી અસામાજીક પ્રવૃતિ રોકવા માટે પોલીસ પોતાના જીવ જોખમમાં મુકી સ્ટેન્ડ ટુ રહે છે. ત્યારે આવા જાંબાઝ જવાનોને સન્માનીત કરી તેમનું મોરલ વધારવાની ફરજ શહેરના નાગરિકોની હોય છે. ઘણી વખત આવા પ્રયાસો ાય પણ છે અલબત કાર્યક્રમો દરમિયાન માત્ર ફોટોસેશનની લાલશા રાખવાી કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભુલાઈ જાય છે.અનેકવિધ ગુન્હાઓમાં યોગ્ય અને ઝડપી કાર્યવાહી કરી ઉકેલ લાવવા બદલ રાજકોટની ૫૧ ી વધુ સંસઓ દ્વારા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતઅને તેમની ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે પોલીસ કમિશ્નરશ્રી અનુપમસિંહ ગેહલોતે સંસઓ અને રાજકોટની પ્રજાનો આભાર માનતા જણાવ્યું હતું કે,  ટુંક સમયમાંજ રૂ. ૩૦ કરોડના ખર્ચે ઈઈઝટ પ્રોજેક્ટ કાર્યન્વિત ઈ જશે. નવા ૪૭૯ જેટલા પોલીસ કર્મચારીઓની નિમણુંક કરાઈ છે. તેમજ રૂ. ૨.૫ કરોડના ખર્ચે અત્યાધુનિક પોલીસ સ્ટેસનનું નિર્માણ કરાશે. જેના પરિણામે શહેરમાં સુખ, શાંતિ અને સુરક્ષાનો માહોલ રચાશે.

મ્યુ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી તેમજ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાયે પ્રાસંગિક પ્રવચનમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવVlcsnap 2017 04 03 08H57M45S112તી કામગીરી, ખાસ કરીને રાત્રી પેટ્રોલિંગને બિરદાવી હતી. અભિવાદન પ્રસંગે ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, શ્રીમતી ભાનુબેન બાબરિયા, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, ગૌસેવા આયોગના ચેરમેન ડો. વલ્લભભાઈ કીરિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઈ મીરાણી, પૂર્વ સ્ટે. ચેરમેન નીતિનભાઈ ભારદ્વાજ, મ્યુ. કમિશ્નર બંછાનિધિ પાની, મૌલેશભાઈ ઉકાણી, ગુણુભાઈ ડેલાવાળા, પરેશ ધાણાની, ધર્મેશ મહેતા, મુકેશ દોશી, નલીન ઝવેરી સહીત ૭૧ જેટલી સંસના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્તિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.