Abtak Media Google News

રોજગાર દિવસ/આજીવિકા દિવસ નિમિત્તે રોજગાર વિનિમય કચેરી, મોરબી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે તા. ૫ મે ના રોજ સવારના ૧૧ વાગ્યે વી.સી. ટેકનિકલ હાઇસ્કૂલ, વી.સી. ફાટક પાસે, મોરબી ખાતે “રોજગાર અને એપ્રેંટીશ ભરતી મેળા”નું આયોજન કરવામાં આવેલ છે.

આ રોજગાર કાર્યક્રમમાં આઇટીઆઇ, ડીપ્લોમા, સ્નાતક, અનસ્કીલ્ડ, એસએસસી વગેરેની લાયકાત ધરાવતા ઉમેદવારોની એપ્રેન્ટીસશીપ તરીકે (અથવા કામદાર તરીકે )પસંદગી કરવા માટે અગ્રગણ્ય ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે અને પસંદગીની કાર્યવાહી કરશે.

જેથી એપ્રેન્ટીસશીપ તરીકે જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, સ્કુલ લીવીંગ સર્ટી.આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇજ્ના ફોટોગ્રાફ વગેરે અસલ અને નકલો સાથે, તેમજ ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હોય તો વાલી સાથે, સ્વખર્ચે ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નહી નોંધાવેલ ઉમેદવારો પણ ઉપસ્થિત રહી શકશે.

એપ્રેન્ટીસશીપ તાલીમ વિનામુલ્યે હોય છે અને પ્રતિમાસ સરકારશ્રીના નિયમોનુસાર સ્ટાઇપેન્ડ અને રજાના લાભો મળવાપાત્ર છે. તેમજ તાલીમ પુર્ણ થયે અખિલ ભારતીય વ્યવસાય કસોટીમાં સફળ થનાર ઉમેદવારોને પ્રમાણપત્ર આપવામાં આવે છે. તેમ રોજગાર અધિકારી મોરબીની યાદીમાં જણાવાયુ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.