Abtak Media Google News

મહીલા કેન્સર જાગૃતિ અભિયાન અંતર્ગત સૌરાષ્ટ્ર કેન્સર કેર અને રીસર્ચ ઇન્સ્ટીટયુટ અને પંડીત દીનદયાળ ઉપાઘ્યાય સરકારી મેડીકલ કોલેજ અને હોસ્૫િટલ દ્વારા આવતીકાલે સીવીલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં નિ:શુલ્ક મહીલા કેન્સર નિદાન કેમ્પ યોજાશે.

મહિલા કેન્સર નિદાન કેમ્પ અંગેની વિગતો આપતા માટે મુલાકાતે સીવીલ સર્જન ડો. મનીષભાઇ મહેતા અને સીવીલ હોસ્૫િટલના કાઉન્સેલર જયંત ઠકકરે ‘અબતક’મીડીયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

તબીબી અધિક્ષક ડો. મનીષ મહેતાએ કાર્યક્રમની ‚પરેખા આપતા જણાવ્યું હતુઁ કે મહિલાઓમાં કેન્સર અંગેની જાગૃતતા આવે તે માટે આવતીકાલે કોલેજ ઓડીટોરીયમ, પીડીયુ મેડીકલ કોલેજ અને સિવીલ કંમ્પાઉન્ડમાં નિ:શુલ્ક મહીલા કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિડીયોશો કેન્સરના લક્ષણ અંગેની માહીતી માટે લેકસરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં અમદાવાદના જીસીઆરઆઇના ડો. શશાંક પંડયા સહીતના ૧પ જેટલા તબીબોની ટીમ નિ:શુલ્ક સેવા આપશે. તેમજ કેમ્પમાં મેમોગ્રાફીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ૬૦૦ થી ૭૦૦ જેટલી મહીલા દર્દીઓ લાભ લેશે અને જેમાંથી ૧૦૦ થી ૧૫૦ દર્દીઓનો મેમોગ્રાફી તપાસ થવાની શકયતા છે. વધુમાં ડો. મનીષ મહેતાએ જણાવ્યું હતું કે કેન્સર એટલે કેન્સલ એ જુની માન્યતા છે અને જો કેન્સરની શરુઆતમાં જ સારવાર આપવામાં આવે તો તેને નિવારી શકાય છે. અને કેન્સરને કોઇ ઉમર સાથે કોઇ લેવા દેવા નથી.

તે કોઇ પણ સમયે થઇ શકે છે આ નિ:શુલ્ક મહીલા કેન્સર નિદાન કેમ્પમાં પેપ ટેસ્ટ ગર્ભાશયના મુખનું કેન્સરની તપાસ મેમોગ્રાફી સીન કેન્સર માટેની તપાસ અને કેન્સર વિશે જાગૃતિ ફેલાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.