Abtak Media Google News
  • ગુજરાત વિજ્ઞાન સંમેલન અંતર્ગત નવ દિવસીય પરિસંવાદમાં મહાનુભાવોએ ચર્ચા કરાય

ગુજરાત વિજ્ઞાન સંમેલન અંતર્ગત યોજાયેલ નવ દિવસીય ઓનલાઈન પરિસંવાદની શૃંખલા “વિજ્ઞાન યાત્રા” છઠ્ઠો દિવસ હતો. વિજ્ઞાન યાત્રાના છઠ્ઠા દિવસે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ઈન્દોરનાં પ્રોફેસર ડો.કૃષ્ણા આર. માવણી તથા ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ સેન્ટરનાં સાયન્ટિફિક ઓફિસર-જી, ડો.મુકેશ રંજનનાં વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં દેશભરમાંથી સંશોધકો તેમજ વિદ્યાર્થીઓ વર્ચ્યુઅલી જોડાયા હતાં.

ડો. કૃષ્ણા આર. માવાણી હાલમાં ભૌતિકશાસ્ત્ર ભવન, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, ઇન્દોરમાં પ્રોફેસર છે. તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, જ્યાં તેઓએ 2003માં ભૌતિકશાસ્ત્ર વિષયમાં પીએચ.ડી. પૂર્ણ કર્યું છે. તેઓ 2003-05 દરમિયાન બે વર્ષથી વધુ સમય માટે ટીઆઇએફઆર મુંબઈમાં પોસ્ટ ડોક્ટરલ ફેલો હતા. પછી તે વધુ સંશોધન અનુભવ માટે જાપાન ગયા. તેઓ 2005-2009 દરમિયાન ઈન્સ્ટીટ્યુટ ઓફ લેસર એન્જીનીયરીંગ, ઓસાકા યુનિવર્સિટીમાં પોસ્ટડોકટરલ ફેલો અને ત્યારબાદ વર્લ્ડ પ્રીમિયર ઈન્સ્ટીટ્યુટ, ક્યોટો યુનિવર્સિટી, જાપાનમાં 2005-2009 દરમિયાન પોસ્ટ ડોકટરલ ફેલો હતા.

Screenshot 2 7

આ લાંબા ગાળામાં, તેણીએ ઉચ્ચ તાપમાનની સુપરક્ધડક્ટિવિટીથી સુપરક્ધડક્ટિવિટીથી લઈને પ્રચંડ મેગ્નેટોરેસિસ્ટિવ (સીએમઆર) સામગ્રી, ફેરોઈલેક્ટ્રીક્સ, ઇન્સ્યુલેટર-મેટલ ફેઝ ટ્રાન્ઝિશન સાથેની સહસંબંધિત સિસ્ટમ્સ, ઓપ્ટિકલ મટિરિયલ્સ, ટેરાહર્ટ્ઝ સ્પેક્ટ્રોસ્કોપી, પર્લ્સ લેસર ડિપોઝિશન અને ફિલ્મની શ્રેણીમાં કામ કર્યું. તેઓ વર્તમાનમાં ફેરોમેગ્નેટિક અને એન્ટિફેરોમેગ્નેટિક ફેસ ઓર્ડર, થીન ફિલ્મો, નેનોસ્ટ્રક્ચર્સ, લો-ટેમ્પરેચર ફિઝિક્સ અને તેમની સ્ટ્રક્ચર-પ્રોપર્ટીસમાં તથા સ્પિક્ટ્રોનિક્સ ડીવાઈસ પર સંશોધન કાર્ય કરી રહ્યાં છે. તેમણે વિજ્ઞાન યાત્રાનાં છઠ્ઠા દિવસે ‘સ્પિનન્ટ્રોનિક્સ: ફ્યુચરિસ્ટિક ટેક્નોલોજિસનો એક નવો રસ્તો’ વિષય પર વિદ્યાર્થી તેમજ વિજ્ઞાન ચાહકોને પોતાનું માર્ગદર્શન આપ્યું હતું. જેમાં તેમણે ‘સ્પિનન્ટ્રોનિક્સ’ એટલે શું? તે વિજ્ઞાનનાં કયાં સિદ્ધાંતો પર કાર્ય કરે છે, તેનો ઉપયોગ શું છે? તેના વિશેની વાત કરી હતી. ‘સ્પિનક્ટ્રોનિક્સ’ એ ઇલેક્ટ્રોનની સ્પિન પર આધારિત પ્રોપર્ટી પરની નેનો ટેકનોલોજી છે. જાયન્ટ મેગ્નેટો રેસિસ્ટન્સની શોધ પછી સ્પિનક્ટ્રોનિક્સનો જન્મ થયો હતો.

ત્યાર પછીનું બીજું વ્યાખ્યાનએ ડો. મુકેશ રંજન કે જેઓ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ સેન્ટરમાં સાયન્ટિફિક ઓફિસર-જી છે તેમનાં દ્વારા લેવામાં આવ્યું હતું. તેઓએ ‘હારનેસિંગ પ્લાઝમા ફોર સોસિયલ એપલીકેશન’ વિષય પર માર્ગદર્શન આપ્યું હતું. દ્રવ્યનું ચોથું સ્વરૂપ એ ‘પ્લાઝમા’ છે. પ્લાઝમાએ પોસિટિવલી ચાર્જ પાર્ટીકલ્સ અને નેગેટિવલી ચાર્જ પાર્ટીકલ્સથી બનેલ દ્રવ્યનું સ્વરૂપ છે. પ્લાઝમાનાં ઘણાં સામાજિક ઉપયોગો છે. આ ટેકનોલોજી એ કચરાનાં નિકાલ માટે, માનવ શરીરના અન્ય કોષોને નુકશાન કર્યાં વિના કેન્સરનાં કોષોને મારવા, ચામડીના રોગો તથા તેના પર લગતા ઇન્ફેકશન પર નિયંત્રણ મેળવવા, ઘામાંથી નીકળતા રક્તપ્રવાહને ઝડપથી રોકવા, ફૂડ પ્રિર્વેશનમાં, પાણીનાં શુધ્ધિકરણમાં, પ્લાઝમા એક્ટીવેટેડ પાણીની મદદથી ફળ- શાકભાજીને ધોઈ તેને લાંબા સમય સુધી સાચવવામાં ઉપયોગી છે. મટિરિયલની સપાટી પર સુપર હાઇડ્રોફોબિક લેયર બનાવવામાં પણ આ ટેકનિક ખૂબ જ ઉપયોગી છે. પ્લાઝમા નાઈટ્રાયડિંગ પધ્ધતિથી એક મટિરિયલ પર બીજા મટીરીયલનું કોટિંગ કરી શકાય છે. આવા પ્લાઝમાનાં અનેક જીવન ઉપયોગી તથા સામાજિક ઉપયોગોની ચર્ચા ડો. રંજન દ્વારા કરવામાં આવી હતી.

વિજ્ઞાન યાત્રાના છઠ્ઠા દિવસે વિશેષ અતિથિ તરીકે પ્રો. (ડો.) ઇન્દ્રજીત પટેલ, પ્રિન્સિપાલ, બિરલા વિશ્ર્વકર્મા મહાવિદ્યાલય (બીવીએમ) વલ્લભ વિદ્યાનગરની ઉપસ્થિતિ રહી હતા. સેશનચેર એક્સપર્ટ તરીકે ડો.પંકજસિંહ બી. ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભૌતિક શાસ્ત્ર ભવનના અધ્યક્ષ અને વિજ્ઞાન ગુર્જરી, રાજકોટ એકમના અધ્યક્ષ પ્રો. નિકેશ શાહ, વિજ્ઞાન ગુર્જરી રાજકોટ એકમના સેક્રેટરી પ્રો. પી. એન. જોશી તેમજ વિજ્ઞાન યાત્રાના કો-ઓર્ડીનેટર ડો.રૂપલ ત્રિવેદી, ડો.દેવાંત ધ્રુવ તેમજ ડો.પીયૂષ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.