Abtak Media Google News
  • અપીલના ઠરાવો લખવામાં મહિનાઓ સુધી વિલંબ થવાના કારણે અરજદારોને હાલાકી થતી હોવાનો આક્ષેપ

રાજકોટ જિલ્લા કલેકટર કચેરી દ્વારા ચલાવવામાં આવતા રેવન્યુ કેસોના જજમેન્ટ અંગેના ઠરાવો લખવામાં વિલંબ થઇ રહ્યો હોવાના આક્ષેપ સાથે પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા દ્વારા કલેકટર તંત્રને આવેદન આપવામાં આવ્યું હતું.

આવેદનમાં જણાવાયું હતું કે, કચેરી દ્વારા ચલાવવામાં આવતા રેવન્યુ કેસોની અપીલનો ઝડપી નિકાલ કરવાનો ઉદેશ હોવા છતાં ઠરાવો લખવામાં મહીનાઓ સુધી વિલંબ થવાના કારણે અપીલ કામના અરજદારોને ન્યાયીક પ્રક્રિયામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.રેવન્યુ એન્ટ્રીના વિવાદોના કારણે કરવામાં આવેલી અપીલોના જજમેન્ટોમાં ડીલે થવાના કારણે ભાઇ-ભાઇઓ અને કુટુંબો વચ્ચે વિવાદો ઉભા થાય છે જેથી ઝડપી ઠરાવો કરવા જરુરી છે.

સ્ટાફની અછત હોય તો મને પાવરની એજન્સી પાસેથી કલાર્ક, કોમ્પ્યુટર ઓપરેટર, ટાઇપીસ્ટની ભરતી કરવી જોઇએ. સરકારી કાર્યક્રમ વડાપ્રધાન મુખ્યમંત્રીના આયોજનમાં મહેસુલી સ્ટાફ ખડે પગે હોય છે. પરંતુ મહત્વના વહીવટી કામોમાં સ્ટાફની અછત છે.રેવન્યુ કેસોના જજમેન્ટો અને ઠરાવોમાં વિલંબ થવાના કારણે રેવન્યુ વિભાગના નીચેના સ્તરે ભષ્ટાચારને પ્રોત્સાહન મળે છે. ચુંટણી આવતા આચાર સંહિતા લાગુ થતા લોકોના આવા કામો થઇ શકશે નહી. માટે આપની કક્ષાએથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

સરકારી જમીન પર  ઓરડીઓ બનાવી વેચી નાખનાર કવા ગોલતર સામે આકરી કાર્યવાહીની અતુલ રાજાણીની માંગ

કોંગ્રેસના આગેવાનોએ કમિશનરને આવેદન  આપ્યું

રાજકોટના પ્રધ્યુમન પાર્કના વોર્ડ નં. પાંચમાં સરકારી જમીનમાં 350 ઓરડીઓ અને હોલ ચણી  ભાડે ચડાવી  વેચી દેનાર કવા ગલોતર સામે એન્ટી લેન્ડ ગ્રેબીંગ  એકટ હેઠલ ગુનો નોંધી આકરી કાર્યવાહી  કરવા શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ  રાજાણીએ માંગ કરી છે.

કમિશ્નરને પત્ર પાઠવી અતુલરાજાણીએ માંગ કરી છે કે કવા ગોલતર નામની  વજીબેન  કોર્પોરેટર છે તે પણ શાસકપક્ષની કથીત દોરવણી હેઠળ  તળાવ કાંઠે   સરકારી જમીનમાં 100 ઓરડી બનાવી 2 થી 4 લાખમાં વેચી અને બાકીની ઓરડીમાં 2 થી 3 હજાર ભાડુ વસુલાત કરે છે. આ મુદે એન્ટી લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુનો નોંધી પગલા ભરવા કમિશ્નરને  આવેદન પાઠવી માંગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.