Abtak Media Google News

ધારાસભ્ય લલીત વસોયા સહિતનાઓએ માતાજીની મહાઆરતી ઉતારી

ઉપલેટામાં રોયલ પરિવાર માટે એપલગ્રીન નવરાત્રી મહોત્સવમાં પ્રથમ નોરતે ધારાસભ્ય સહિતનાઓના હસ્તે માતાજીની મહાઆરતી ઉતારી ભવ્ય પ્રારંભ કરાયો હતો.

શહેરમાં છેલ્લા પાંચ વર્ષ થયા રોયલ પરિવાર માટે પારિવારીક માહોલમાં નવરાત્રી મહોત્સવ માણી શકે તે માટે એપલ ગ્રીન નવરાત્રી મહોત્સવ દ્વારા આ વર્ષ ભવ્ય આયોજન કરેલ જેમાં પ્રથમ નોરતે ઉપલેટાના ધારાસભ્ય લલીતભાઈ વસોયા ઉપપ્રમુખ ધવલભાઈ , યાર્ડના ડિરેકટર પરેશભાઈ સહિત નગરજનો ઉપસ્થિતીમાં માતાજીની મહાઆરતી ઉતારી પ્રારંભ કરાયો હતો. દરરોજ પ્રિન્સ પ્રિન્સેસ વિજેતાઓ વિવિધ સામાજીક ક્ષેત્રના આગેવાનોના હસ્તે મોમેન્ટો આપવામા આવે છે. એપલ ગ્રીન નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા એપલ ગ્રીન પરિવારના વડિલ ભાદાભાઈ બોરખતરીયાની આગેવાનીમાં ડો. પિયુષ બોરખતરીયા ઉતમ ઠુમર (ભોલે) સંજયભાઈ બોરખતરીયા, લકકીરાજસિંહ જાડેજા સમીર લુણાગરીયા સહિત એપલગ્રીન ટીમ જહેમત ઉઠાવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.