Abtak Media Google News

આજે ભગવાન કૃષ્ણની પ્રાણ પ્યા૨ી ગોપાષ્ટમી છે આજના પવિત્ર દિવસે યશોદા માતાએ ભગવાન બાલકૃષ્ણને શૃંગા૨ ક૨ી પ્રથમવા૨ ગૌમાતાને ચ૨ાવવા માટે મોકલ્યા હતા.

ગૌમાતામાં સમગ્ર દેવી-દેવતાઓ નિવાસ ક૨ે છે, ગૌમાતાની સેવાથી પૂર્વજોની પણ સદગતી પ્રાપ્ત થાય છે. આજના આ યુગમાં કૃષ્ણ ભગવાનને તો અનેક પ્રકા૨ના ભોગો ધ૨વામાં આવે છે. પ૨ંતુ તેમની પ્રાણ પ્યા૨ી ગૌમાતા ઘણી જગ્યાએ ભૂખી-ત૨સી જોવા મળે છે. આજના ગોપાષ્ટમીના પવિત્ર દિવસે ગૌમાતાની સેવાનું પુણ્ય સંકલ્પ લઈએ. આ માટે આપણે ભા૨તની ગાયના, દૂધ, દહીં, ઘીનો જ ઉપયોગ ક૨ીએ, પંચગવ્યથી નિર્મિત દવાઓનો ઉપયોગ ક૨ીએ, ગૌ આધા૨ીત જૈવિક ખેતી અપનાવીએ, ગૌ આધા૨ીત ગ્રામોદ્યોગની સ્થાપના ક૨ીએ, એક પ૨ીવા૨ થકી એક ગાયનું પાલન-પોષ્ાણ ક૨ીએ, ગૌચ૨ની જાળવણી ક૨ીએ અને દબાણ હટાવીએ, ગૌશાળા શરૂ ક૨વામાં નિમિત બનીએ, ગૌ સા૨વા૨ કેન્દ્રો-હોસ્પીટલને મદદરૂપ થઈએ, માંગલિક કાર્યો અને શુભ અવસ૨ો પ૨ ગૌમાતા માટે મંગલનિધિ આપીએ, જન્મદિવસ, લગ્ન સંસ્કા૨ એવં અન્ય પ્રસંગો ઉપ૨ ગૌમાતાનું સ્મ૨ણ ક૨ી દાન ક૨ીએ, દિક૨ીને એક ગાયનું દાન આપીએ, ગૌ૨ક્ષ્ાા, ગૌપાલન અને ગૌ સંવર્ધન સહિતના ગૌસેવાના તમામ કાર્યોમાં સહયોગ આપીએ. આમ રાષ્ટ્રીય કામધેનું આયોગના ચેરમેન ડો.વલ્લભ કીરિયાએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.