ગરીબોનો વિકાસ અમારું લક્ષ્ય, નવા સુધારાથી થશે ફાયદાઃ PM મોદી

આસામ અને પશ્ચિમ બંગાળમાં યોજાનીરી વિધાનસભાની ચૂંટણી પહેલા આજે બંને રાજ્યોને મોટી ભેટ મળવા જઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામ અને પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. બંને જગ્યાઓએ પીએમ મોદી એક જનસભાઓનું આયોજન પણ કરશે.

પીએમ મોદીએ આસામના લોકોને સંબોધિત કરતા કહ્યું હતું કે, નીતિ સારી હોય,નીયત સાફ હોય તે નિયતિ પણ બદલે છે. આજે દેશમાં જે ગૈસ પાઈપલાઈનના નેટવર્ક તૈયાર થઈ રહ્યું છે, દેશના દરેક ગામડા સુધી ઓપ્ટિકલ ફાઈબર નુકવામાં આવી રહ્યું છે.દરેક ઘરે પાણી પહોંચાડવા માટે પાઈપલાઈનો મુકવામાં આવી રહી છે.

પીએ મોદીએ કહ્યું કે, આત્મનિર્ભર બનતા ભારત માટે સતત પોતાનું સામર્થ્ય, પોતાની ક્ષમતાઓમાં પણ વૃદ્ધિ કરવાની જરૂર છે. પાછલા વર્ષોમાં આપણે ભારતમાં જ રિફાઈનિંગ અને ઈમરજન્સી માટે ઓઈલ સ્ટોરેજ કેપેસિટીમાં વધારો કર્યો છે.આ બધા પ્રોજેક્ટ્સથી આસામ અને નોર્થ ઈસ્ટમાં લોકોનું જીવન સરળ હવું અને યુવાનો માટે રોજગારની તક વધશે. જ્યારે કોઈ વ્યક્તિને તેના મળભુત સુવિધાઓ મળે છે. તો તેઓનું આત્મવિશ્વાસ પણ વધશે.

પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે મે આ ગોગામુખમાં ઈન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું શિલાન્યાસ કર્યો હતો. તો મે કહ્યું હતું કે, નોર્થ ઈસ્ટ ભારતનો ગ્રોથના નવા ઈન્જિન બનશે. આજે આપણે આ વિશ્વાસને આપણી આખો સામે ધરતી પર ઉતારી બતાવ્યો છે. બ્રહ્મપુત્રના આ નોર્થ બેકથી આઠ દસક પહેલા અસમિયા સિનેમાએ પોતાની યાત્રા, જોયમતી ફિલ્મની સાથે શરૂ કર્યું હતું.આ ક્ષેત્રે આસામની સંસ્કૃતિનું ગૌરવ વધારતા અનેક વ્યક્તિત્વ આપ્યા છે. નોર્થ ઈસ્ટમાં ભરપુર સામર્થ્ય હવો છતા પહેલાની સરકારે ભેદભાવ કર્યો છે.આ કનેક્ટિવિટી, હોસ્પિટલ,શિક્ષણ સંસ્થાન, ઉદયોગ પહેલાની સરકારની પ્રાથમિકતામાં નહતું.