કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગોલ્ડ મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રીએ વેઇટલિફ્ટર અચિંતા શિયુલીને અભિનંદન આપ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગોલ્ડ મેડલ જીતવા બદલ વેઈટલિફ્ટર અચિંતા શિયુલીને અભિનંદન પાઠવ્યા છે. મોદીએ અચિંતા શિયુલી સાથેની તેમની તાજેતરની વાતચીત પણ શેર કરી હતી જ્યારે ભારતીય ટુકડી CWG ગેમ્સ માટે રવાના થઈ હતી.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રી કહ્યું; “પ્રતિભાશાળી અચિંતા શિયુલીએ કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીત્યો તેનો આનંદ છે. તે તેના શાંત સ્વભાવ અને મક્કમતા માટે જાણીતા છે. તેમણે આ વિશેષ સિદ્ધિ માટે ખૂબ જ સખત મહેનત કરી છે. તેમના ભવિષ્યના પ્રયાસો માટે મારી તેમને શુભેચ્છાઓ.”

“અમારી ટુકડી કોમનવેલ્થ ગેમ્સ માટે રવાના થઈ તે પહેલાં, મેં અચિંતા શિયુલી સાથે વાતચીત કરી હતી. અમે તેમને તેમની માતા અને ભાઈ તરફથી મળેલા સમર્થનની ચર્ચા કરી હતી. મને એ પણ આશા છે કે હવે જ્યારે મેડલ જીત્યો હોય ત્યારે તેને ફિલ્મ જોવાનો સમય મળે.