Abtak Media Google News

પીએમ મોદી રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજીના મંત્રીઓની કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે

આગામી 10મી સમ્પ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી અમદાવાદની મુલાકાતે આવશે. પીએમ મોદી રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજીના મંત્રીઓની કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. જેમાં 28 રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજીના મંત્રીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે.આ સાથે આઠ કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટકર્તાઓ પણ તેમાં સામેલ થશે. તદુપરાંત 100થી વધુ સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગોના સીઈઓ આ કાર્યક્રમમાં સામેલ થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

મહત્વનું છે કે, સતત બે દિવસ સુધી વિજ્ઞાન અને ટેક્નોલોજીના મંત્રીઓની આ કોન્ફરન્સ ચાલશે.ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી હજુ તાજેતરમાં જ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં અટલ ફૂટ ઓવરબ્રીજનું લોકાર્પણ કર્યું હતું. જે દરમ્યાન તેઓએ અટલજીના સંસ્મરણો યાદ કર્યા હતા. તેમજ પીએમ મોદીએ રિવરફ્રન્ટ ખાતે આયોજીત ખાદી ઉત્સવમાં પણ હાજરી આપી હતી. જ્યાં પીએમ મોદીએ જાહેર જનસભાને સંબોધી હતી તેમજ 7500 મહિલાઓ અને પુરૂષો સાથે ચરખો કાંત્યો હતો.દેશભરમાં ગણેશ ચતુર્થીના તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

આ શુભ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના ઘરે પહોંચ્યા હતા અને ભગવાન ગણેશની આરતી કરી હતી. જણાવી દઈએ કે, આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગણેશ ચતુર્થીના અવસર પર દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી.

અમિત શાહ પણ બે દિવસ બાદ ફરી આવશે ગુજરાત

બીજી બાજુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ફરીવાર ગુજરાત પ્રવાસે આવશે. અમદાવાદમાં છઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટનું ઉદ્ઘાટન કરશે. 4 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટનું આયોજન કરવામાં આવ્યું છે.  15 વર્ષ બાદ ઈકા ક્લબ કાંકરીયા ખાતે આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં અમિત શાહ ગુજરાત આવશે. 19 રાજ્યોના 1 હજાર 31 અધિકારી અને જેલ કર્મચારી ભાગ લેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.