Abtak Media Google News
ચાર માળના અતિથિ ગૃહમાં ર વીવીઆઇપી સ્યુટ રૂમ, 8 વીઆઇપી રૂમ, ર4 ડીલક્ષ રૂમ

અબતક, અતુલ કોટેચા વેરાવળ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ભારતવર્ષના આસ્થા કેન્દ્ર ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અને અરબી સમુદ્રના કિનારે રૂ. 30.55 કરોડના ખર્ચે નવનિર્મિત અતિથિગૃહનો વર્ચ્યુલી પ્રારંભ કરાવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે. ઉપરાંત સોમનાથ ખાતે રાજ્ય સરકારના માર્ગ અને મકાન તથા પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશભાઈ મોદીની પ્રરેક ઉપસ્થિતિમાં કાલે સવારે 10 કલાકે આ ઉદ્ધઘાટન સમારોહ યોજાશે. આ આલીસાન ચાર મંજિલા અતિથિ ગૃહ કુલ પ્લોટ 15000 ચો.મી. એરીયામાં ફેલાયેલ છે. જેનો કુલ કાર્પેટ એરિયા 7077.00 ચો.મી. છે. અધ્યતન સુવિધા સાથેના આ સરકીટ હાઉસમાં 2 વીવીઆઈપી સ્યુટ રૂમ, 8 વીવીઆઈપી રૂમ, 8 વીઆઈપી રૂમ, 24 ડીલક્ષ રૂમ સાથે કિચન, જનરલ અને વીઆઈપી ડાઈનીંગ, સ્ટોર રૂમ, કોન્ફરન્સ રૂમ અને 200 લોકોને સમાવતો ઓડીટોરીયમ હોલ સહિતની સુવિધાઓ વિકસાવવમાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ સરકીટ હાઉસ ખાતેથી અરબી સમુદ્ર અને સોમનાથ મંદિર પરિસરનો નજારો માણી શકાશે.

મંત્રી પુર્ણશ મોદી મશાલ સાથે સાંજે સોમનાથ મહાદેવની આરતી કરશે

રાજ્યના માર્ગ અને મકાન તથા પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશભાઈ મોદી  સોમનાથ મંદિર પરિસર સમીપના સમુદ્ર દર્શન વોક-વે ખાતે આજે  સાંજે 07 કલાકે આયોજિત મશાલ સાથેની મહાઆરતીમાં જોડાશે. જેમાં દરિયા કિનારે 50 હોડીમાં મશાલ સાથે ભગવાન સોમનાથ મહાદેવની મહાઆરતી કરવમાં આવશે. આ પ્રસંગે નામી કલાકારો પણ પોતાની પ્રસ્તુતિ રજૂ કરશે. આ પૂર્વે સાંજે પ કલાકે સોમનાથ ટ્રસ્ટ અને સંબધિત અધિકરીઓ સાથે યાત્રાધામ સોમનાથના વિકાસના કામોની સમીક્ષા કરશે. ઉલ્લેખનીય છે કે, આ મહાઆરતી કોવિડ-19ની માર્ગદર્શિક મુજબ મર્યાદિત લોકોની ઉપસ્થિતિમાં યોજાશે.

આ સાથે માર્ગ અને મકાન તથા પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશભાઈ મોદી તા.21 ના રોજ વહેલી સવારે ભગવાન સોમનથ મહાદેવનું પૂજન અર્ચન કરશે. ત્યાર બાદ સોમનાથ મંદિરમાં પરિસરમાં આવેલ વીર હમીરજી ગોહિલ અને સરદાર પટેલની પ્રતમાને પુષ્પાંજલી અર્પણ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.