Abtak Media Google News

આગામી માર્ચ ૨૦૧૯માં સંસ્થા દ્વારા ૧૧ દિકરીઓના સમુહલગ્નનું આયોજન

દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળ- રાજકોટ દ્વારા શહેરના તેજસ્વી વિઘાર્થીઓનો સત્કાર કાર્યક્રમનું આયોજન તા.૧૮ ને રવિવારે બપોરે ૧ કલાકે હેમુ ગઢવી હોલ ખાતે રાખવામાં આવ્યું છે.

જેમાં આ વર્ષે લગભગ ૫૦૦ થી ૬૦૦ વિઘાર્થીઓને પ્રોત્સાહીત કરવામાં આવે છે. આ વર્ષે ધો. ૧ થી કોલેજ કક્ષા સુધીના ૮૦ ટકા થી વધારે માર્કસ મેળવતા તમામ પપ૦ વિઘાર્થીઓને સન્માનીત કરવામાં આવશે. આ વિઘાર્થીઓને સંસ્થા દ્વારા શિલ્ડ તથા ઇનામો વગેરે દાતાઓના સહકારથી આપવામાં આવશે. અબતકની મુલાકાતે આવેલ આગેવાનોએ જણાવ્યું હતું કે દશનામ સમાજના વિશિષ્ઠ વ્યકિતઓનું સંસ્થા દ્વારા સન્માન થનાર છે.

જેમાં દીલીપપુરી કેશુપરી, મિલનપુરી પ્રવિણપુરી, હિતેશગીરી મોહનગીરી તથા જગદીશગીરી કરશનગીરી વિગેરેનું વિશિષ્ટ સિઘ્ધી જેવી કે રમત-ગમત તેમજ સમાજ સેવા ક્ષેત્ર વિશેષ યોગદાન બદલ વ્યકિત વિશેષ સન્માન કરવામાં આવનાર છે.

કાર્યક્રમમાં રાજકોટ શહેર તથા બહારગામના સમાજ શ્રેષ્ઠીઓ તથા અગ્રણીઓ ઉ૫સ્થિત રહેશે તેમજ વિઘાર્થીઓને શિલ્ડ, સન્માનપત્રક તથા ઉપયોગી ગીફટ આપી સન્માન કરાશે.

આ કાર્યક્રમમાં દિપ પ્રાગટય  પ્રેમગીરી દેવગીરી (અઘ્યક્ષ દશરથ ચેરી.ટ્રસ્ટ) અમૃતગીરી સિદીગીરી, ભરતભારથી વશરામભારથી, ત્રિભુવનગીરહી મોહનગીરી (જ્ઞાતિ સેવક) ડો. પ્રિયકાંતપુરી એમ. ગોસ્વામી (શિક્ષણવિદ) દ્વારા કરવામાં આવશે. કાર્યક્રમના પ્રમુખ તરીકે રાજેશગીરી પ્રેમગીરી, અઘ્યક્ષ તરીકે પ્રવીણપુરી યશવંતપુરી રાજકોટ વગેરે ઉ૫સ્થિત રહેશ. મુખ્ય મહેમાન તરીકે હિતેશગીરી ભગવાનગીરી અગ્રણી ઉઘોગપતિ, એડવોકેટ અશ્વીનગીરી બચુગીરી, પી.સી. ગોસ્વામી, અગ્રણી કેળવણીકાર રાકેશપુરી વિજયાનંદપુરી યુવા એડવોકેટ મહેન્દ્રગીરી બચુગીરી, પી.સી.ગોસ્વામી, અગ્રણી કેળવણીકાર, રાકેશપુરી વિજયાનંદપુરી યુવા એડવોકેટ મહેન્દ્રગીરી કરશનગીરી સહીતના અતિથિ વિશેષ તરીકે હાજર રહેશે.

આ ઉ૫રાંત આગામી ફેબ્રુઆરી-૨૦૧૯માં ભવ્ય સમુહલગ્નનું આયોજન કરવામાં આવનાર છે. આ સમુહલગ્નમાં ૧૧ (અગીયાર) નવદંપતિઓ પ્રભુતામાં પગલાં પાડશે.સમુહલગ્નમાં જોડાવા માટેનું ફોર્મનું વિતરણ ચાલુ કરવામાં આવેલછે. ફોર્મ સંપૂર્ણ ભરીને વહેલામાં વહેલી તકે મંડળના કાર્યાલય પહોચાડવાનું રહેશે. સમુહલગ્નમાં કન્યાઓને લગભગ ૧ર૦ જેટલી કરીયાવરની વસ્તુઓ દાતાઓ તેમજ મંડળ દ્વારા આપવામાં આવે છે.

સમુહલગ્ન અંગેના ફોર્મ તથા માહીતી માટે પ્રફુલગીરી ટી.ગોસ્વામી ૨૮૪, આનંદનગર કોલોની, ઓમ વિઘાલય રાજકોટ મો. ૯૪૨૬૨ ૧૬૩૫૭ ઉપર સંપર્ક કરવાનું જણાવ્યું છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ જયોતિષગીરી રામગીરી, વિજયગીરી અમૃતગીરી, દિપકગીરી બાબુગીરી, અશ્વીનગીરી હિરાગીરી પ્રવિણપુરી ઝવેરપુરી ગજેન્દ્રપુરી વિનયપુરી, હરેશગીરી નટવરગીરી, પંકજગીરી અશોકગીરી, પ્રફુલગીરી ત્રિભુવનગીરી, વિનોદભારથી  સજીવન ભારથી, જયોતિષગીરી ફુલગીરી, શાંતિગીરી સામંતગીરી, પ્રમોદપુરી મોહનપુરી, કમલપુરી લાભુપુરી, પ્રવિણભારથી ધરમભારથી,મહેરગીરી શંભુગીરી, પ્રા. યશવંતગીરી કેશવગીરી, અમુલગીરી અરવિંદગીરી, ગજેન્દ્રપુરી વિનયપુરી સહીતના કાર્યક્રરો જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.