Abtak Media Google News

કોરોના વાયરસ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશન દ્વારા વૈશ્વીક મહામારી જાહેર કરેલ હોય જે ફેલાવો અટકાવવા સારૂ તકેદારીના ભાગરૂપે સોશિયલ ડીસ્ટન્સ જાળવવા અંગેનુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગાઈડ લાઈન જાહેર કરેલ હોય જે અનુસંધાને  શહેર પોલીસ કમિશ્નર  મનોજ અગ્રવાલના માર્ગદર્શન મુજબ  રેસકોર્ષ રીંગ રોડ પર ચાલવા કે રનીંગ માટે આવતા તમામ નાગરિકોને તાકીદ કરવામા આવેલ હતી કે હાલમા કોવિડ-19 નો ફેલાવો ખુબ જ વધી ગયેલ હોય જેથી તમામ લોકોએ માસ્ક પહેરવું આવશ્યક છે જેમને વોકીંગ કે રનીંગ સમયે માસ્ક ના ફાવે તેમણે ફેસ શિલ્ડ ફરજીયાત પહેરવુ અન્યથા પોલીસ તેની સામે કાર્યવાહી કરશે જે જાહેર કરેલ હોય જે અંનુસંધાને  માસ્કની ડાઈવનુ આયોજન કરવામાં આવેલ હતુ જેમા લાઉન્સ સ્પીકરથી જાહેર રીંગ રોડ પર માસ્ક અથવા ફેસ શિલ્ડ પહેરીને રનીંગ કે વોકીંગ કરવા માટે નિકળવુ જેની સુચના આપવામા આવેલ તેમજ માસ્ક પહેરીયા વગર નિકળતા લોકોને માસ્ક પહેરવા અંગે સમજ કરવામા આવેલ તેમજ માસ્ક ન પહેરીયા વગર નિકળેલ લોકો સામે દંડ વસુલી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ

ડ્રાઈવનુ આયોજન કરવામાં આવેલ જેમા પ્ર. નગર પો.સ્ટે.ના પો.સ.ઇ. કે.સી. રાણા સા.અને સદર ચોકીના સ્ટાફના માણસો તથા ડી સ્ટાફના માણસો તેમજ પી.સી.આર. 14 તથા પી.સી.આર. 15 તેમજ પ્ર.-1 દ્વારા જોડાય ડ્રાઈવ દરમ્યાન કુલ-15 માસ્ક કેસો કરવામા આવેલ છે.રેસકોર્ષ રીંગ રોડ પર ચાલવા કે રનીંગ માટે આવતા તમામ નાગરિકોને તાકીદ કરવામા આવે છે કે  કોવિડ-19 નો ફેલાવો ખુબ જ વધી ગયેલ હોય જેથી તમામ લોકોએ માસ્ક પહેરવું આવશ્યક છે જેમને વોકીંગ કે રનીંગ સમયે માસ્ક ના ફાવે તેમણે ફેસ શિલ્ડ ફરજીયાત પહેરવુ અન્યથા પોલીસ તેની સામે કાર્યવાહી કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.