Abtak Media Google News

ધોળીધજા ડેમ ઓવરફ્લો થવાની શક્યતાના પગલે વડોદ અને નાયકા ડેમમાં પાણી ઠલવવાનું તાત્કાલિક પણે શરૂ

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લી 24 કલાકમાં સાર્વત્રિક મેઘ મહેલ યથાવત થઈ ગઈ છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગરના જળાશયોમાં નવા નિયમની આવક પણ શરૂ થઈ છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં છેલ્લી 24 કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે બીજી તરફ સુરેન્દ્રનગરના લીમડી સાયલા લખતર વઢવાણ પંથક અને મૂડી પંથકમાં પણ સારો એવો વરસાદ પડ્યો છે જેને લઇને જળાશયોમાં નવા નિર ની આવક થઈ છે અને ખાસ કરીને જે પિયત માટેના ડેમો છે તેમાં પણ વરસાદી પાણીની આવક શરૂ થતા ખુશીની લહેર દોડી ઉઠવા પામી છે.

Advertisement

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદના પગલે જગતનો તાત પણ ખુશ છે મગફળી કપાસ જેવા પાકોને પણ ફાયદો થવાની આ વરસાદની શક્યતાઓ વર્તાઈ રહી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગરના જળાશયોમાં નવા નિયમની આવક સાથે અવર ફ્લો થવાની શક્યતા પણ સ્પષ્ટ રીતે વર્તાઈ રહી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગરનો ધોડી રજા ડેમ કે જે વઢવાણ જોરાવનગર રતનપર શહેરી વિસ્તાર તેમજ બોટાદ બ્રાન્ચ સુધીના તમામ ગામોને પિયત તેમજ પીવાનું પાણી પૂરું પાડી રહ્યો છે તે ડેમ 95 ટકા જેટલો હાલમાં ભરાઈ ચૂક્યો છે.

સાંજ સુધીમાં આ ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગરના જે ધોળી ધજા ડેમ આવેલો છે તેનું પાણી પિયત અને વપરાશ માટે ઉપયોગમાં લેવામાં આવતું હોવાના પગલે હાલમાં શહેરીજનોમાં પણ ખુશીની લહેર દોડી ઉઠવા પામી છે સિઝનનો પ્રથમ વખત સાંજ સુધીમાં ધોળી ધજા ડેમ ઓવરફ્લો થઈ જશે ઉપરવાસ વરસાદ અને નર્મદાનું પાણી કેનાલમાં ઠાલવવામાં આવતું હોવાના કારણે હાલની પરિસ્થિતિમાં સતત નર્મદાનું પાણી પણ ઠાલવવામાં આવી રહ્યું છે જેને લઇને ધોળી ધજા ડેમમાં આવક યથાવત છે ત્યારે 1900 ક્યુ.વધુની આવક સામે જાવક ઘટી છે જેને લઈને ધોળીધજા ડેમની સપાટીમાં વધારો થયો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.