Abtak Media Google News

સ્ટેડીયમમાં હેલ્મેટ લઇ જવા પર પ્રતિબંધ: મેચ દરમિયાન હાઇવે ૫ર પડધરીથી ડ્રાઇર્વઝન કરાશે

૩૫૦ પોલીસ અધિકારીઓ સુરક્ષા વ્યવસ્થામાં જોડાશે: જિલ્લા પોલીસ વડા બલરામ મીણા

જામનગર હાઇવે પર ખંઢેરી ક્રિકેટ સ્ટેડીયમ ખાતે આવતીકાલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનાર ટી-૨૦ મેચ દરમિયાન સજજડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવ્યાની અને હાઇવે પર ટ્રાફિક જામ ન થાય તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ જણાવી સ્ટેડીયમમાં હેલ્મેટ લઇ જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પરંતુ હેલ્મેટ સુરક્ષિત રહે તે માટે પણ પોલીસ દ્વારા ધ્યાન રાખવામાં આવશે તેમ કહ્યું હતું.

ભારત અને બાંગ્લાદેશની ટીમ રાજકોટમાં આવી જતા શહેર પોલીસ દ્વારા બંન્ને ટીમના ઉતારો આપવામાં આવેલી હોટલ ખાતે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે ખંડેરી સ્ટેડીયમ રૂરલ પોલીસની હદમાં હોવાથી નેટ પ્રેક્ટિસ અને મેચ દરમિયાન કાયદો અને વ્યવસ્થા માટે જિલ્લા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા મેચ દરમિયાન ૩૫૦ જેટલા પોલીસ અધિકારીઓ સુરક્ષા વ્યવસ્થામાં જોડાવાના છે. સ્ટેડીયમમાં બેગ, ટિફિન, બીડી, માચીસ, લાઇટર, કેમેરા, વીડિયો કેમેરા, લાકડી જેવા હથિયાર તેમજ હેલ્મેટ લઇ જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

Untitled 1

તા.૭ નવેમ્બરના સાંજના પાંચ વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધી અને ત્યાર બાદ રાતે ૧૧ વાગ્યાથી તા.૮ના રાતના એક વાગ્યા સુધી જામનગર-રાજકોટ હાઇવે મોટા વાહનની અવર જવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જામનગરથી રાજકોટ તરફ આવતા મોટા વાહનોને મવૈયા સર્કલથી ડ્રાઇર્વઝન કરી ટંકારા થઇ રાજકોટ આવવા દેવામાં આવશે જ્યારે રાજકોટથી જામનગર તરફ જતા મોટા વાહનોને પણ તે રીતે જ પસાર થવાનું રહેશ તેમ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ જણાવ્યું છે.

આ ઉપરાંત હેલ્મેટ અંગે પોલીસ દ્વારા ઝુબેશ હાથ ધરવામાં આવી ત્યારે ટુ વ્હીલ ચાલકો હેલ્મેટ વિના મેચ નિહાળવા ખંઢેરી સ્ટેડીયમ પર જાય તો માર્ગમાં દંડ થાય તેમ છે જ્યારે હેલ્મેટ સ્ટેડીયમમાં લઇ જઇ શકે ન હોવાથી હેલ્મેટ ચોરીની ઘટના ન બને તે માટે હેલ્મેટને બાઇક સાથે લોક કરવા પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમજ પાર્કીગ વ્યવસ્થા ખાતે સીસીટીવી કેમેરા ઉપલબ્ધ હોવાથી ચોરી થવાની ઘટના નહીવત હોવાનું તેમજ છતાં પોલીસ દ્વારા આ અંગે પણ ધ્યાન રાખવામાં આવશે તેમ એસપી મીણાએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.