Abtak Media Google News

જાહેરમાં ફટાકડા ફોડી રાહદારીને અડચણ કરનાર ત્રણ સામે કાર્યવાહી

દિવાળીના તહેવારો દરમ્યાન સુરક્ષીત રહી ફટાકડા ફોડવા તેમજ ફટાકડાના વેચાણ અંગે સરકાર ની માર્ગદર્શીકા અનુસાર રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ  દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે જેનુ  શહેર પોલીસ દ્વારા અમલવારી કરવામાં આવી રહેલ છે.

દિવાળીના તહેવાર દરમ્યાન જાહેર રોડ ઉપર ફટાકડાના સ્ટોલ બનાવી  ફાયર સેફટીના સાધનો નહી રાખી  લાયસન્સ વગર જોખમીરીતે ફટાકડાનુ વેચાણ કરવામાં આવતુ  હોવાથી ક્રાઇમ બ્રાન્ચ અને એસ.ઓ.જી. ની ટીમો બનાવી સઘન ચેકીંગની કામગીરી કરવામાં આવેલી જેમાં બાલાજી કોમ્પ્લેક્ષ ફુટપાથ ઉપર રૈયારોડ, કલ્પેશભાઇ રઘુભાઇ ચોવટીયા દ્વારા લાયસન્સ વગર ફટાકડા રાખી વેચાણ કરતા હોય  નાનામૈવા મેઇન રોડ પ્રતીલોક પાર્ટીપ્લોટ કમ્પાઉન્ડ ચામુંડા સીઝન સ્ટોર ખાતે ભરતભાઇ ચંદુભાઇ ભલસોડ નાઓએ પ્રતીબંધીત ફટાકડાનું વેચાણ કરતા હોય તિરૂપતિનગર સુરેશભાઇ ગોરધનભાઇ કાકડીયા  બજરંગવાડી મેઇન રોડ ખાતે જાહીદભાઇ સુલેમાનભાઇ ખફીફ નાઓએ પોતાના સ્ટોલ ખાતે સ્ટોક રજીસ્ટર નહી રાખી અને ફાયર સેફટીના સાધનો  ભંગ કરેલ હોય જેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલીશહેર ક્રાઇમ બ્રાન્ચ તથા એસ.ઓ.જી. ની ટીમો દિવાળી તહેવાર દરમ્યાન કોઇ મિલ્કત સબંધી ગુન્હાઓ ન બને તેમજ કોઇ અનિચ્છનીય બનાવો ન બને તે માટે સઘન પેટ્રોલીંગ રાખવામાં આવેલ છે જે દરમ્યાન ઘણા ઇસમો લોકોની જીંદગી જોખમાય તે રીતે જાહેર રોડ ઉપર ફટાકડા ફોડવામાં આવતા હોય જે બાબતે પણ તકેદારી રાખવામાં આવેલ અને જે પેટ્રોલીંગ દરમ્યાન સાધુવાસવાણી રોડ ગુરૂજી આવાસ યોજના કવાટર્સ પાસે જાહેર રસ્તા ઉપર હર્ષ ઉર્ફે મોરલ રજનીભાઇ દવે, સોહીલ ઉસ્માનભાઇ બુકેરા તથા સદર બજાર મેઇન રોડ ખાતે પ્રતીક જીતેન્દ્રભાઇ ભીમાણી નાઓ જાહેર રોડ ઉપર રાહદારી લોકોને અડચણ થાય કે કોઇ ઇજા થાય તે રીતે બેદરકારીથી ફટાકડા ફોડતા હોય જેઓ વિરૂધ્ધ જાહેરનામાં ભંગ અંગે ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.