Abtak Media Google News

પીએસઆઈ ધોકડીયાએ ટ્રાફિક સમસ્યા નિવારવા માટે હાથ ધરેલી કાર્યવાહીથી લોકો ખુશખુશાલ

માણાવદર પીએસઆઈ પી.વી. ધોકડીયા એ શહેરમાં રસ્તાઓ પહોળા હોવા છતાં સાંકડા કેમ ? તે ધ્યાને આવતા ઠેર ઠેર જાહેર માર્ગો ઉપર પેશકદમી કૃત્રિમ ઉભી કરાયેલ નજરેપડી આજે સવારે પીએસઆઇ ધોકડીયા જાતે પગપાળા ચાલી ને એક એક દૂકાનદારો કે જેઓએ દુકાન બહાર બેફામ ઓટલા,કેબીનો,રેકડીઓ રાખી જાહેર માર્ગો ઉપર પેશકદમી કરેલ તે વ્યક્તિઓને તાકિદ આ બધી જ અડચણો દૂર કરાવી જેથી શહેરના વાસ્તવિક જાહેર માર્ગો ખુલ્લા થયા તેના પરિણામ રૂપે ટ્રાફિક સમસ્યા હળવી થઇ અકસ્માત થતા  પણ અટકશે

પીએસઆઇ ધોકડીયા ની ટીમ જાહેર માર્ગો ઉપર ની પેશકદમી દૂર કરી રહયા છે તે જોઇને શહેરીજનો મા હર્ષ ની લાગણી જન્મી છે કેમ કે સરાજાહેર વિશાળ જાહેર માર્ગો ઉપર આડેધડ પેશકદમી કરી રસ્તા સાંકડા કરી નાખ્યા હતા જેથી કોઇપણ નાગરિકને કોઇ દુકાને માલ લેવા જાય તો વાહનો રોડ ઉપર પાર્ક કરવા પડતાં ૯ થી માંડી ૧૫ ફૂટ સુધીની પેશકદમી કરી લીધી હતી ખરેખર તો દુકાનોમાં જ અંદર માલ રાખવાનો હોય છે તેના બદલે રોડ ઉપર બહાર માલસામાન ખડકી દેશે જાહેર માર્ગો ઉપર પેશકદમી કરી દીધી જે હટાવવાની કામગીરી થી ધણો ફાયદો થયો છે વધુમાં મુલાકાત માં જણાવ્યું કે હાલની કોરોના વાયરસ માં  નાગરિકો સરકારશ્રીના નિયમો નું પાલન કરે માસ્ક પહેરે ડિસ્ટન્સ રાખે બીન જરૂરી બહાર ન નિકળે તે જન હિતમાં છે બધા સાથે રહીને કોરોનાને હરાવીએ તેમ જણાવ્યું હતુ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.