Abtak Media Google News

પોલીસ કર્મચારીઓની નારાજગી દૂર કરવા સરકારનો પ્રયાસ: ઑગસ્ટ મહિનાથી જ પગારમાં વધારો કરવા નિર્ણય

પોલીસ કર્મચારીઓ દ્વારા ગ્રેડ પે મામલે અનેક આંદોલન કરવામાં આવ્યા હતા.જેના પગલે બનાવવામાં આવેલી ખાસ સમિતિએ કરેલી ભલામણ મુજબ ગ્રેડ પેના બદલે પબ્લીક સિક્યોરીટી ઇન્સ્વેટીવ એટલે જાહેર સુરક્ષા પ્રોત્સાહનના નામે એલઆરડીથી માંડીને આસીટન્ટ સબ ઇન્સ્પેક્ટર દરજ્જાના પોલીસ કર્મચારીને રૂપિયા 3500થી લઇ 5000 રૂપિયાનો માસિક વઘારો આપવાનો નિર્ણય કરાયો છે.

જે અંગે ગૃહ વિભાગમાં સોમવારે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.  ગુજરાત પોલીસના લોક રક્ષક દળથી માંડીને આસીટન્ટ સબ ઇન્સ્પેક્ટર સુધીના દરજ્જાના પોલીસ કર્મચારીઓ દ્વારા છેલ્લાં બે વર્ષથી ગ્રેડ પે મામલે આંદોલન કરવામાં આવ્યા હતા. જો કે વિવિધ પ્રકારના દબાણો લાવીને શરૂઆતમાં આંદોલનને નબળુ પાડવાની કોશિષ કરી હતી. સાથે સાથે બીજી તરફ ગ્રેડ પે મામલે વિચારણા કરવા માટે એક વિશેષ સમિતીની રચના કરવામાં આવી હતી. જેમને પોલીસ કર્મચારીઓની માંગણી અંગે વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં લઇને હકારાત્મક રસ્તો કાઢવા માટે સુચના આપવામાં આવી હતી.

જે બાદ સમિતીએ પોલીસની ખાસ ભથ્થાની માંગણી સહિતની અનેક બાબતોને ચર્ચા કર્યા બાદ ફિક્સ પે ધરાવતા એલઆરડી થી લઇને આસીટન્ટ સબ ઇન્સ્પેક્ટરને જાહેર સુરક્ષા પ્રોત્સાહન હેઠળ પ્રતિમાસ વિશેષ રકમ આપવા સુચન કર્યુ હતું. જેને ગૃહ વિભાગે માન્ય રાખીને સોમવારે સત્તાવાર રીતે ઠરાવ પસાર કરીને અમલમાં મુકવાની જાહેરાત કરી હતી. જે અનુસંધાનમાં ફીક્સ પે ધરાવતા એલઆરડીને રૂપિયા 3500, પોલીસ કાન્સ્ટેબલને રૂપિયા 4000 , હેડ કોન્સ્ટેબલને રૂપિયા 4500 અને આસીટન્ટ સબ ઇન્સ્પેક્ટરને રૂપિયા 5000 પ્રતિમાસનો વધારો આપવામાં આવશે. જે ઓગસ્ટ મહિનાથી જ અમલી કરવામાં આવવાનો છે. આમ હવે લાંબા સમયથી ચાલતા ગ્રેડ પેને મામલે અંતે પોલીસ કર્મચારીઓને ઘણી રાહત મળી છે.

1 ઓગસ્ટ થી કોના પગારમાં કેટલો વધારો

એલ.આર.ડી.- 3500

કોન્સ્ટેબલ – 4000

હેડ. કોન્સ્ટેબલ – 4500

એ.એસ.આઇ – 5000

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.