Abtak Media Google News

વ્યાજના વિષચક્રમાં ફસાયેલા પિડીતોની વ્હારે આવવા પોલીસ દ્વારા ઠેર ઠેર લોક દરબારનું આયોજન કરવામાં આવ્યુ છે. વ્યાજના ધંધાર્થીઓ પોતાના સગા ભાઇને પણ છોડતા ન હોય તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે. કાલાવડ રોડ પરના શક્તિનગરમાં રહેતા વિપ્ર પ્રૌઢને રુા.20 લાખ માસિક 3 ટકાના વ્યાજે સગા  મોટાભાઇએ આપ્યા બાદ સમયસર વ્યાજ ચુકવી ન શકતા ભાઇ અને ભત્રીજાએ વાવડી ખાતેનું કારખાનું પડાવી લીધાની તાલુકા પોલીસમાં રાવ કરી છે. પિડીત પ્રૌઢે પોતાના બે ભાણેજ સાથે ભાગીદારીમાં વાવડી ખાતે મે.શીલુ એન્ટર પ્રાઇઝ નામે શરુ કરેલા કારખાનામાં પણ બંને ભાણેજ પોતાના મામાને રુા.66.50 લાખનું બુચ મારી દીધાના લેખિત અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યા છે.

ભાણેજ સાથે ભાગીદારીમાં મે. શીલુ એન્ટર પ્રાઇઝના
નામે ધંધો શરુ કર્યો બંને ભાણેજે દગો દઇ રૂ.66.55 લાખનું બુચ માર્યુ

શક્તિનગરમાં રહેતા રંજનબેન રમેશભાઇ શીલુ અને રમેશભાઇ શિવરામભાઇ શીલુએ પોતાના મોટા ભાઇ  ભીખાભાઇ શિવરામભાઇ શીલુ, તેમનો પુત્ર હિતેશ ભીખુભાઇ શીલુ, ભાણેજ નિતીન વ્રજલાલ વેગડા અને મહેશ વ્રજલાલ વેગડાએ રુા.20 લાખનું વ્યાજ વસુલ કરવા કારખાનું પડાવી લીધાની અને ભાગીદારીના ધંધામાં રુા.66.50 લાખની છેતરપિંડી કર્યા અંગેની તાલુકા પોલીસમાં બે અલગ અલગ લેખિત ફરિયાદ કરી છે.

વિગતો અનુસાર દંપતિએ પોતાની અરજીમાં જણાવ્યું અનુસાર પોતે 3 વર્ષ પૂર્વે નાણાની જરૂરિયાત ઉભી થતા રૂ. 20 લાખ 3 ટકે લીધા હતા જેનું રૂ.20 લાખ ઉપર વ્યાજ ચૂકવી દીધું હતું. છેલ્લા ત્રણ ચાર માસનું વ્યાજ નહિ ભરી શકતા અમારું વાવડીનું શીલુ એન્ટરપ્રાઈઝ નામનું કારખાનું પડાવી લીધું છે અમને સામાન કે સ્ટોક પણ આપતા નથી ત્યાં જઈએ તો પાછા અહીં આવશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપે છે અને કબજો કરી લીધો છે અમારી આજીવિકાનું સાધન કારખાનું પડાવી લઇ અમને રસ્તે રઝળતા કરી દીધા છે તારે વ્યાજ તો આપવું જ પડશે તમે બંને મરી જાવ તો તમારા ઘરના સભ્યો પાસેથી હું વ્યાજ વસુલીશ મારે પોલીસમાં ઓળખાણ છે અમે હપ્તા આપીએ છીએ કોઈ કાઈ બગડી શકશે નહિ હવે પછી કારખાને આવશો તો ટાટીયા ભાંગી નાખીશું તેવી ધમકી આપે છે.ઉપરોક્ત ચાર તથા વ્રજલાલ કેશુભાઈ વેગડા સહિતના સામે કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે નીતિન સાથે 2017થી કારખાનું ચાલુ કરેલ હતુંજેમાં છ મહિના પૂર્વે અન્ય ભાગીદાર આવતા ભાણેજે દોઢ કરોડ રૂપિયા બારોબાર ઉપાડી લીધા હતા અને પોતાનું અલગ કારખાનું ચાલુ કરી દીધું હતું તે પછી વહીવટ સોપવા 50 લાખ ચૂકવી આપીશું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તે સહીત 66.50 લાખ લેવાના હોય પરંતુ આજદિન સુધી પૈસા મળેલ નથી તેવો આક્ષેપ કરતા પોલીસે તેની અરજી પરથી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.