Abtak Media Google News

એનડીએ સરકારે રાજકીય પક્ષો માટે સરકાર સરકારી કંપનીઓના દાતાઓ પાસેથી ચૂંટણી ભંડોળ મેળવવાના કાયદાના અનામતને કોર્ટમાં પડકાર

વાડી રે વાડી બોલ દલા તરવાડીની જેમ રાજકીય પક્ષોને મળતા ચુંટણી ભંડોળના રુપમાં નાણાંથી ચુંટણીની પારદર્શકતા સામે મોટો ભય ઉભો થાય તેમ હોવાથી સરકારને આ કાયદામાં સુધારો કરવાની ચુંટણી પંચે સુપ્રિમમાં અરજી કરી છે.

કેન્દ્ર સરકારને રાજકીય પક્ષોનું ચુંટણી  ભંડોળ વિવિધ રાજકીય પક્ષોને ફાળવવા માટે નિર્ણય કર્યો હતો તેને ચુંટણી પંચે ગંભીર ગણીને આ અંગે સુપ્રિમ કોર્ટમાં પંચે એક સોગંદનામુ રજુ કરીને દહેશત વ્યકત કરી છે કે ઇલ્કટ્રોલ બોલ્ડના રુપમાં રાજકીય પક્ષોને નાણાંની ફાળવણી નિષ્પક્ષ ચુંટણી પ્રક્રિયા માટે ઘાતક સાબિત થશે.

ચુંટણી પંચે એક સોગંદનામુ રજુ કરીને સુપ્રિમ કોર્ટમાં કેન્દ્ર સરકારને ચુંટણીમાં નાણાંકીય ફાળવવાની જોગવાઇના નિયમની પુન: સમીક્ષા  કરવા જણાવ્યું છે. રાજકીય પક્ષોને ઇલ્કટ્રોલ બોલ્ડ અને ડોનેશનના રુપમાં બંધારણ્ય છુટને લગતા નિયમોની સમીક્ષા કરી તેની મુદત અને જોગવાઇઓની સમીક્ષા કરી રાજકીય પક્ષોને મળતા ભંડોળ ને અપાતી છુટછાટ અને સમયની મર્યાદાની સમીક્ષા કરવા હિમાયત કરી છે . એવું જણાવ્યું છે કે રાજકીય પક્ષોને સબધચબી કંપનીઓને વિદેશી સ્ત્રોતમાંથી ચુંટણી ભંડોળ મેળવવાની છુટ આપવામાં આવી છે. જેમાં કાયદાનો ભંગ થાય છે ૨૦૧૭ ના કાયદામાં હવે પુન: સમીક્ષા કરવા પર ભાર મુકવામાં આવ્યો છે.

કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા રાજકીય પક્ષોને મળતા ચુંટણી ભંડોળ અંગેની જોગવાઇઓની સમીક્ષા કરવાનું જણાવાયું છે. બંધારણની કલમ ર૧-બી નાગરીક ધારા અંતર્ગત રાજકીય પક્ષ પર સરકારી કંપનીઓને વિદેશી સ્ત્રોતમાંથી ભંડોળ મેળવવું પ્રતિબંધિત હોવાનું પક્ષ દ્વારા કરવામાં આવેલા સોગંદનામાં કરવામાં આવ્યું છે.

ચુંટણી પંચ દ્વારા કરવામાં આવેલા સોગંદનામાં પંચે ૨૦૧૭ માં કેન્દ્ર સરકારનો આ અંગે લખેલા પત્ર સામેલ કરવામાં આવ્યો છે. જેમાં રાજકીય પક્ષોને ચુંટણી ભંડોળ ફાળવવાથી લાંબાગાળે ચુંટણી પારદર્શકતાને નુકશાન કારક બનનારી આ તજવીજ સામે પગલા ભરવાની માંગ કરી છે. પંચે સુપ્રિમ કોર્ટમાં સોગંદનામુ દાખલ કરીને રાજકીય પક્ષોને મળતુ ચુંટણી ભંડોળ ગણતરી બહાર રાખવાની છુટની સમય મર્યાદાની હવે સમીક્ષા કરવાની જરુરીયાત પર પણ ભાર મુકવામાં આવે છે.

સોગંદનામમાં જણાવવામાં આવ્યું છે કે રાજકીય પક્ષો ના ચુંટણી ભંડોળ મેળવવાની છુટ ચુંટણીની પારદશકતાના નિયમોનું ઉલ્લંધન કરે છે.

એનડીએ સરકારે ૨૦૧૭ના બજેટમાં ચુંટણી લડતા પક્ષો માટે ઇલ્કટ્રોલ બોન્ડ લાવવાના પ્રવાધાન લવાયું હતું. જેનો વિપક્ષ અને અન્ય પક્ષો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ યોજનાની જોગવાઇ મુજબ ૧૦૦૦, ૧૦,૦૦૦, ૧,૦૦,૦૦૦, ના મૂલ્યના બોન્ડ એસબીઆઇની પસંદ કરેલી શાખાઓમાં ઉપલબ્ધ કરવાની જોગવાઇ કરવામાં આવી છે. ડોનર આ બોન્ડના રૂપમાં તેમની મન પસંદ પક્ષને નાણાકીય સહાય આપી શકે છે.

આ યોજનાને પડકારતી એક અરજી એપેક્ષ કોર્ટમાં સીપીએમ મારફત દાખલ કરવામાં આવી હતી. જેમાં એવી દહેશત વ્યકત કરવામાં આવી હતી કે આ યોજનામાં રાજકીય પક્ષોમાં મોટો ભ્રષ્ટાચાર પ્રવર્તશે અને કોર્પોરેટ કંપનીઓના ડોનેશનના રુપમાં મોટા પાયે કાળા નાંણા સગેવગે થશે કંપની એફ-૨૦૧૩ અંતર્ગત આવા ભંડોળનો હિસાબની માંગ કરવામાં આવી છે. વળી કાયદાની જોગવાઇ મુજબ રાજકીય પક્ષો ને વિદેશી કંપનીઓ કે જે ભારતમાં કાર્યરત હોય તેમને ભંડોળ આપવાની છુટ આપવામાં આવી છે. ન્યાય અને કાયદા મંત્રાલયને ૨૦૧૭ ના ખરડા ની સમીક્ષા કરી ચુંટણી ભંડોળનો હિસાબ અને તેની ગણતરી આવકવેરા, ઇધિનિયમથી પર રાખવામાં આવ્યું હોવાથી વ્યાપક પ્રમાણમાં નાણાકીય ગેરરીતી અને ચુંટણીની પારદર્શકા પર જોખમ ઉભુ કરતું હોવાથી આ કાયદાની સમીક્ષા કરવાની માગ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.