Abtak Media Google News

ભયાનક ગૂંગળામણ શરૂ થતા જીઆરએપીના ત્રીજા તબક્કાના નિયંત્રણો બિનઅસરકારક થતા ચોથા તબક્કાના નિયંત્રણો લાગુ કરાયા

દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણને કાબૂમાં લેવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે.  સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. જીઆરએપીના ત્રીજા તબક્કાના નિયંત્રણો બિનજરૂરી સાબિત થયા છે, તેથી તેનો ચોથો તબક્કો દિલ્હીમાં લાગુ કરવામાં આવ્યો છે.  નોઇડા અને ગ્રેટર નોઇડામાં ગૂંગળામણભર્યા વાતાવરણ વચ્ચે આઠમા ધોરણ સુધીની શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.દિલ્હીમાં શ્વસન સંકટ વધુ વકરી રહ્યું છે.

પંજાબમાં ખેતરોમાં વેસ્ટ સળગાવવાની ઘટનાઓમાં વધારો થવાને કારણે દિલ્હી-એનસીઆરમાં ગૂંગળામણ થઈ રહી છે.  પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનનો ચોથો તબક્કો લાગુ કરવામાં આવ્યો છે.  આ અંતર્ગત દિલ્હી અને આસપાસના જિલ્લાઓમાં બીએસ-6 સિવાયના ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.  તે જ સમયે, ગૌતમ બુદ્ધ નગરમાં, ધોરણ 1 થી 8 સુધીની શાળાઓ 8 નવેમ્બર સુધી બંધ કરવામાં આવી છે.  જો તેઓ ઈચ્છે તો શાળાઓ આ બાળકોના ઓનલાઈન ક્લાસ લઈ શકે છે.

ચરખી દાદરી પછી ગુરૂવારે દિલ્હી દેશનું બીજું સૌથી પ્રદૂષિત શહેર રહ્યું છે જેમાં શ્વાસની તકલીફ વધી રહી છે.  દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્ ગંભીર શ્રેણીમાં 450 અને ચરખી દાદરીમાં 460 નોંધાયો હતો.  આ પહેલા 1 નવેમ્બરે દિલ્હી-એનસીઆરની હવા પહેલીવાર ગંભીર શ્રેણીમાં પહોંચી હતી.  ત્યારે દિલ્હી 424ના એકયુંઆઈ સાથે દેશભરમાં સૌથી પ્રદૂષિત શહેર હતું.  ગૂંગળામણના ધુમાડાને કારણે લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફનો અનુભવ થયો હતો.  એર સ્ટાન્ડર્ડ એજન્સીઓએ આગાહી કરી છે કે 5 નવેમ્બર સુધી હવાના સ્વાસ્થ્યમાં સુધારો થવાની શક્યતા નથી.  આગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની રચના અને પવનની ઝડપ વધવાથી રાહતની અપેક્ષા છે.

વર્ક ફ્રોમ હોમ લાગુ થવાની શકયતા

  1. –  એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશનના આદેશમાં કહેવામાં આવ્યું છે કે સરકાર ઓડ-ઇવન સિસ્ટમ લાગુ કરી શકે છે.  કેન્દ્ર અને રાજ્ય સરકારો પણ 50 ટકા ક્ષમતાવાળી ઓફિસોમાં ઘરેથી કામ કરવાનું નક્કી કરી શકે છે.  આ સિવાય એનસીઆરના જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધ કરવાનો નિર્ણય પણ શક્ય છે.

દિલ્હીમાં પ્રતિબંધો

  1. – દિલ્હીમાં ઇલેક્ટ્રિક અને સીએનજી વાહનો સિવાય ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ.
  2. – હાઈવે, ફ્લાયઓવર, પાવર ટ્રાન્સમિશન, ઓવરબ્રિજ અને પાઈપલાઈનનું બાંધકામ અટકી ગયું
  3. – આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદન ઉપરાંત તમામ ઉદ્યોગો બંધ છે, આવશ્યક ચીજવસ્તુઓનું વહન કરતા વાહનોને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.

નોઈડામાં પ્રતિબંધો

  1. – ડસ્ટ એપ પર 500 મીટરથી મોટી સાઇટની નોંધણી કરવાની સૂચના.
  2. – 5,000 ચો.મી.થી મોટી બાંધકામ સાઇટ પર એન્ટી સ્મોગ ગન ફરજિયાત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.