Abtak Media Google News
  • પોરબંદર : લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાના છ વર્ષ જૂના વિડીયો વાયરલ કરવાના મામલે પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરાઈ

પોરબંદર ન્યુઝ :  પોરબંદર લોકસભા સંસદીય મતક્ષેત્રની ચૂંટણી માટે ભાજપના ઘોષિત ઉમેદવાર ડૉ. મનસુખ માંડવિયાના છ વર્ષ જૂના વિડીયો વાયરલ કરવાના મામલે પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા ચૂંટણી અધિકારીને  ફરિયાદ કરાઈ હતી . આવા વિડીયો વાયરલ કરી ભાજપાની છબી ખરડવા તથા સામાજિક શાંતિ, સૌહાર્દ તથા ભાઈચારાને તોડીને વિરોધીઓને રાજકીય લાભ પહોંચાડવાનો  દાવો કરાયો હતો .

પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા જણાવાયું કે પોરબંદર લોકસભા સંસદીય મતક્ષેત્રની ચૂંટણી માટે ભાજપના ઘોષિત ઉમેદવાર ડૉ. મનસુખ માંડવિયા એ ખૂબ જ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય નેતા છે, છેલ્લા ૨૨ વર્ષથી જાહેર જીવનમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત રહ્યા છે, જેમાં છેલ્લા ૮-વર્ષથી કેન્દ્રમાં મંત્રી છે.  વાયરલ થયેલ વિડીયોના કારણે માંડવિયા સાહેબના સમર્થકો, શુભેચ્છકો, મિત્રો અને ચાહકવર્ગમાં ખૂબજ ગંભીર પ્રત્યાઘાતો પડ્યાને ધ્યાને લઈને પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ કરાઈ હતી .

પોરબંદર જીલ્લા ભાજપની ફરિયાદના પગલે ઘણા ઇસમોએ ડીલીટ વિડીયો કરી દીધા હતા . પોરબંદર જીલ્લા ભાજપ કોઇપણ પ્રકારની આવી ગેર પ્રવૃત્તિ ચલાવી નહિ લે તેવી કડક શબ્દોમાં ચેતવણી આપી છે  . જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પોરબંદર પાસે તટસ્થ ન્યાયિક ચૂંટણી યોજવાની માંગ કરી છે. અફવાથી સમાજને થનારા નુકશાન થી બચાવવા અપીલ કરાઈ છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધાઈ શકે છે .

ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટ હેઠળ અફવા ફેલાવી એ ગંભીર ગુન્હો છે જેમાં ૭ વર્ષ સુધીની સજા થઇ શકે છે.  જે સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આવા ખોટા વિડીયો અને જૂના વિડીયો વાયરલ કરી અફવા ફેલાવાઈ છે એવા એકાઉન્ટની યાદી પણ ચૂંટણી અધિકારીને સોંપી  છે . પોરબંદર જીલ્લા ભાજપ દ્વારા તુતુ, મેમે નહીં પરંતુ કાયદાકીય ચૂંટણી લડવાની રણનીતિ અપનાવાય.  આ ફરિયાદ પરથી ભાજપની રણનીતિ સ્પષ્ટ દેખાઈ છે કે પોતે નેગેટીવ ન્યુઝ ફેલાવશે નહીં અને કોઈ નેગેટીવ ન્યુઝ ફેલાવે તો તેની સામે કાયદાકીય પગલાં લેશે.

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.