Abtak Media Google News

દક્ષિણ રેલવેના કોચુવેલી રેલવે સ્ટેશન યાર્ડમાં આવેલ પીટ લાઇનના સમારકામ માટે બ્લોક લેવામાં આવશે. જેના કારણે રાજકોટ ડિવિઝન માંથી પસાર થતી પોરબંદર-કોચુવેલી અને કોચુવેલી-પોરબંદર સાપ્તાહિક એક્સપ્રેસ 29 જૂનથી લઈને 13 જુલાઈ, 2023 સુધી પ્રભાવિત થશે.

Advertisement

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનોમાં 29 જૂન થી 13 જુલાઇના રોજ પોરબંદર સ્ટેશનથી ઉપડતી પોરબંદર – કોચુવેલી સાપ્તાહિક એક્સપ્રેસ એર્નાકુલમ જંકશન સ્ટેશન પર ટૂંકી સમાપ્ત થશે. આમ આ ટ્રેન એર્નાકુલમ અને કોચુવેલી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

2 જુલાઇથી 9 જુલાઇ અને 16 જુલાઇના રોજ કોચુવેલી થી ઉપડતી કોચુવેલી-પોરબંદર સાપ્તાહિક એક્સપ્રેસ કોચુવેલીને બદલે એર્નાકુલમ જંક્શન સ્ટેશનથી ઉપડશે. આમ આ ટ્રેન કોચુવેલી અને એર્નાકુલમ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે ૂૂૂ. યક્ષિીશિુ.શક્ષમશફક્ષ ફિશહ.લજ્ઞદ.શક્ષ ની મુલાકાત લેવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.