Abtak Media Google News

ખોડલધામ ટ્રસ્ટની યુવા પાંખ દ્વારા રાજકીય કારકીર્દી માર્ગદર્શન સેમિનારમાં 500થી વધુ યુવક-યુવતીએ સેમિનારનો લીધો લાભ

રાજકોટ – ખોડલધામ ટ્રસ્ટની યુવા પાંખ ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા એક રાજકીય માર્ગદર્શન સેમિનારનું આયોજન સરદાર પટેલ ભવન માયાણી ચોક મવડી રોડ રાજકોટ ખાતે તારીખ 25 જૂન ને રવિવારના રોજ સવારે 9:00 થી 12:30 વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું, આ ઊંઉટજ દ્વારા આયોજિત  કાર્યક્રમની અંદર સર્વ જ્ઞાતિના 500 થી વધુ યુવક અને યુવતીઓએ ભાગ લીધો હતો.

ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા આયોજિત સેમિનારમાં તાજેતરમાં જ નવનિયુક્ત થયેલા ખોડલધામ વિદ્યાર્થી સમિતિના તમામ હોદ્દેદાર  ક્ધવીનર અને સહ ક્ધવીનર પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાંથી એમના હોદ્દેદારશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે રાજકોટ સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાંથી અલગ અલગ જ્ઞાતિના યુવક-યુવતીઓ પણ સેમિનારનો લાભ લેવા રાજકોટ આવી પહોંચ્યા હતા.   કાર્યક્રમની શરૂઆત સવારે 9:00 વાગે ઈશ્વર આરાધ્યાથી  કરવામાં આવી હતી. ત્યારબાદ સમદત ના માર્ગદર્શક પોલીસ ઇન્સ્પેક્ટર સંજયભાઈ પાદરીયા   સૌને સ્વાગત પ્રવચનના માધ્યમથી આવકાર્ય હતા

એમના બાદ પ્રથમ વકતવ્ય   શિવરાજભાઈ નરેશભાઈ પટેલે આપ્યું હતું.  વક્તવ્યમાં શિવરાજભાઈ પટેલે જણાવ્યું હતું કે, હંમેશ માટે પોલિટિક્સમાં આવતા પહેલા તમારે અનેક બાબતોને ધ્યાનમાં રાખવી પડે છે, પોલિટિક્સમાં આવતા પહેલા તમારે કોઈપણ એક પાર્ટી પસંદ કરવાની રહે છે, પાર્ટીના પસંદગીના ધોરણમાં પાર્ટીની પ્રવૃત્તિ, એમને કરેલા કાર્યો, એમને કરેલા વિકાસના કાર્યને ધ્યાનમાં રાખી કોઈપણ વ્યક્તિ પોતાની પાર્ટીને પસંદ કરતો હોય છે.

આ કાર્યક્રમમાં દ્વિતીય વક્તવ્ય રાજકોટના મેયર ડોક્ટર પ્રદીપ ડવ સાહેબ આપ્યું હતું.  એક સામાન્ય કાર્યકરથી લઈને મેયર સુધીની મંજિલ અમને સફળ કરી હતી.  ત્યારે રાજકોટના મેયર તરીકે એમને ખૂબ જ વિકાસના સ્વપ્નને સાકાર કર્યું છે ત્યારે રાજકારણમાં પ્રવેશતી વખતે શું શું બાબતો ધ્યાનમાં રાખવી પડે છે.  લોકોની સેવાઓ કરવી પડે છે એમના પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ઘણી વખત રાજકારણમાં  હોય ત્યારે આપણે જે વિસ્તારમાં હોય એ આપણો મતવિસ્તાર જ આપણો એક પરિવાર બને છે એ પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિની ચિંતા હંમેશ માટે આપણે કરવાની રહે છે. સાથે સાથે સાહેબે કીધું કે હંમેશ માટે હું એ વિસ્તારના લોકો માટે જે ચિંતિત રહેતો હોઉં છું અને લોકો માટે ચિંતિત રહેવાથી ક્યારેક પરિવારિક એટલે કે પરિવાર પણ ભુલાતો જતો હોય છે. એક કિસ્સાને યાદ કરી પ્રદિપ ડવ ભાવુક થયા હતા. તેમણે જણાવ્યું કે, રાજકારણમાં કામ કરતા સમયે પરિવારને સમય નથી આપી શકાતો. પરિવારની ખુશીઓનો પણ ત્યાગ કરવો પડે છે. પ્રદિપ ડવે પોતાનો એક વ્યક્તિગત કિસ્સો કહ્યો એ સમયે તેઓ ભાવુક થયા હતા.

આ સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન ખોડલધામના એંકર હાર્દિક સોરઠીયાએ કર્યું હતું કે, વિશેષ રાજકોટ શહેરના શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના રાજકોટ શહેરના મુખ્ય ક્ધવીનર રાહુલભાઈ ગીણોયા ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત   ખોડલધામ વિદ્યાર્થી સમિતિના મુખ્ય કોર કમિટીના સભ્યો વત્સલભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, અખિલભાઇ પટેલ, મૌલિકભાઈ સખીયા,  ઉમંગભાઈ વઘાસિયા, હાર્દિકભાઈ સોરઠીયા, નરેન્દ્રભાઈ પટેલ, મેહુલ ઢાંકેચા, પ્રદીપ રફળીયા અને વર્શિલ ગીણોયાએ ખૂબ મોટી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

એક રાજકારણીનું જીવન ખૂબજ કપરૂ હોય છે: ડો. પ્રદીપ ડવ

ડો. પ્રદિપ ડવે સેમિનારમાં પોતાના વ્યક્તિગત અનુભવો વર્ણવતા કહ્યું હતું કે, એક રાજકારણીનું જીવન ખૂબ જ કપરૂં હોય છે. લોકો એમ માનતા હોય છે કે રાજકીય વ્યક્તિ મોજશોખ પૂરા કરે છે, પરંતુ વાસ્તવમાં તેવું હોતું નથી. પોતાના પરિવાર સાથે બહાર જમવા જવાનો પ્રોગ્રામ કર્યો પરંતુ આ પ્રોગ્રામ પણ રદ્દ કરવો પડે છે. તેમના દીકરાના જન્મદિવસનો કિસ્સો વર્ણવતા કહ્યુ હતું કે મારો 7 વર્ષનો દીકરો છે. તેનો જન્મદિવસ હતો. અમે સાંજે બહાર જવાનું નક્કી કર્યું હતું પરંતુ મારે 7 વાગ્યે એક કાર્યક્રમમાં હાજર રહેવું પડ્યું. ત્યાંથી ફ્રી થવામાં ઘણો સમય લાગ્યો. જ્યારે હું રાત્રે 9.30 વાગ્યે ઘરે પહોંચ્યો ત્યારે તે સૂઇ ગયો હતો. આ વાત યાદ કરતા મેયર ડો.પ્રદિપ ડવ ભાવુક થઈ ગયા હતા. વધુમાં તેઓએ કહ્યું હતું કે, આપણે જે સ્થળે હોઈએ ત્યાં નિષ્ઠાથી કામ કરીએ. રાજકોટના મેયર તરીકે મારી ફરજ છે તો રાજકોટને શું આપી શકું તે દિશામાં આપણા પ્રયત્ન હોવા જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.