Abtak Media Google News

જ્યારેથી કેન્દ્રમાં પીએમ નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળી છે, ત્યારથી પોસ્ટઓફિસને લઈને ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેને કારણે લગભગ સામાન્ય માણસોના જીવનથી દૂર જઈ રહેલી પોસ્ટઓફિસની લોકપ્રિયતા અચાનક વધી ગઈ છે. પહેલાં મોદી સરકારે (Modi Government) સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)ને લાગૂ કરી હતી. હવે મોદી સરકારે પોસ્ટઓફિસને સ્મોલ બેંક બનાવવાનો નિર્ણય લીધો છે.

માનવામાં આવી રહ્યુ છેકે, હવે સરકારના આ નિર્ણય બાદ સામાન્ય માણસો પોસ્ટ ઓફિસમાં પણ લોન માટે અપ્લાય કરી શકશે. આ સુવિધા પહેલીવાર લાગૂ કરવામાં આવી છે. અત્યાર સુધી પોસ્ટઓફિસમાં સેવિંગ એકાઉન્ટ, કરન્ટ એકાઉન્ટ ખોલવાની સાથે સાથે ગ્રુપ ટર્મ ઈશ્યોરન્સ, બિલ પેમેન્ટ્સ જેવી સુવિધાઓ મળી રહી હતી. ત્યારબાદ હવે લોનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.