Abtak Media Google News

તહેવારોની રજામાં ફરવા જતા લોકો ટ્રેનની આરામદાયક મુસાફરી વધુ પસંદ કરતા હોય છે. જેને કારણે ટ્રેનોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળે છે. તહેવારોની રજાને પગલે જુદી જુદી ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટ પણ લાંબું લચક થતું હોય છે. ત્યારે ઓગસ્ટ મહિનાનાં તહેવારોને ધ્યાને રાખી મુસાફરો સરળતાથી યાત્રા કરી શકે અને વેઇટિંગ લિસ્ટ લાંબું ન થાય તે માટે રાજકોટ રેલવે જંકશનથી પસાર થતી જુદી જુદી 10 ટ્રેનમાં વધારાનો કોચ લગાડવાનો નિર્ણય રાજકોટ રેલવે ડિવિઝને કર્યો છે. આ સાથે જ ભાવનગર ડિવિઝનની 8 જોડી ટ્રેનોમાં વધારાના કોચ લગાડવાનો નિર્ણય લેવાયો છે. આ વધારાનાં કોચ ઓગસ્ટની પહેલી તારીખથી સપ્ટેમ્બર મહિનાની બીજી તારીખ સુધી એમ એક મહિના માટે અપ-ડાઉન ટ્રેનોમાં કાર્યરત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.