Abtak Media Google News

દિવાળીમાં પ્રદૂષણ મામલે બાળકોને જાગૃત કરાયા: વેલડ્રેસ, ડેકોરેશન અને રંગોળી સહિતની સ્પર્ધાઓ યોજાઈ

પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે દિવાળી સેલીબ્રેશનમાં ભાગ‚પે બાળકો દિવાળી પ્રદૂષણ મુકત ઉજવે તેના માટે ફટાકડા ન ફોળવા અંગે ખાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં “મધર ચાઈલ્ડ વેલ ડ્રેસ રંગોળી, ડેકોરેશન જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.Vlcsnap 2018 11 03 11H37M40S197પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલનાં પ્રિન્સીપલ સુધાંશુ શેખર નાયકે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, દિવાળીના અવસરે સ્કૂલ ખાતે “માને ડેડીકેટ કર્યું છે. ખાસ તો ધરતીથી હાલમાં આપણે ખુબજ દૂર જઈ રહ્યાં છીએ તો ધરતીનું રક્ષણ કરવું ખૂબજ આવશ્યક છે.

છેલ્લા અઠવાડિયાથી પોદાર સ્કૂલના તમામ વિદ્યાર્થીઓએ ઘણી બધી સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં રંગોળી સ્પર્ધા, ડીબેટ જેવી ઘણી બધી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. સારુ શિક્ષણ માત્રને માત્ર પ્રેકટીકલી મળે છે. આપણા જીવનમાં બનતી ઘટના વિશે ખાસ વિચારવું જોઈએ કે આપણા માટે હિતકારી બાબત છે કે હિતકારી નથી.Vlcsnap 2018 11 03 11H39M47S197 દિવાળી તહેવાર જ દિવાનો છે. જેને હાલમાં અલગ જ રીતે ઉજવાય છે તેથી બાળકોને પણ ફટાકડા ન ફોડવા માટે પ્રેરવામાં આવ્યા હતા. બાળકો “મા એટલે કે ધરતીમાનું આદર કરે તે હેતુ સાથે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીની શૌંદર્યા શાહે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, એમને પ્રદૂષણ અટકાવવા જાગૃતિ અંગેનું સ્લોગન બનાવ્યું હતું. દિવાળીમાં પ્રદૂષણ અટકાવવું અને ‘ફુલો તથા દિવડા’નો શણગાર કરવો જોઈએ.

વાલી સોનાલી શાહે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, પોદાર સ્કૂલ ખાતે દિવાળી ઉજવણી “મા થીમ સાથે કરવામાં આવી હતી. ઉપરાંત જણાવ્યું કે પૃથ્વી પણ માતા જ છે તેથી પૃથ્વીનું પણ જતન કરવું જોઈએ. દિવાળી પર લક્ષ્મીમાની પૂજા થાય છે તેમ ધરતી માતાની પણ પૂજા થવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.