Abtak Media Google News

ચૂંટણી શાખાનાં અધિકારીઓ સાથે બેઠક યોજીને વિવિધ કામગીરીની સમીક્ષા કરશે

રાજકોટ, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાનાં રોલ ઓબ્ઝર્વર આજરોજ સાંજે રાજકોટની મુલાકાતે પધારવાના છે. તેઓ ચુંટણી શાખાનાં નાયબ મામલતદારો તેમજ અધિકારીઓ સાથે બેઠક યોજીને મતદાર યાદીની સમીક્ષા હાથ ધરશે.

Advertisement

રાજકોટ, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાનાં રોલ ઓબ્ઝર્વર આર.એમ.જાદવ આજરોજ સાંજે રાજકોટ આવી પહોંચશે. લોકસભાની ચુંટણી સંદર્ભે તેઓ રાજકોટ જિલ્લા કલેકટર કચેરીની ચુંટણી શાખાના અધિકારીઓ તેમજ નાયબ મામલતદારો સાથે બેઠક યોજીને મતદારયાદી સહિતની વિવિધ કામગીરીઓની સમીક્ષા કરશે.

લોકસભાની ચુંટણી અંતર્ગત રેવન્યુ સેટલમેન્ટનાં કમિશનર આર.એમ.જાદવને રાજકોટ, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાનાં રોલ ઓબ્ઝર્વરની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે આજરોજ સાંજે તેઓ રાજકોટ ખાતે પધારીને ફોર્મ, એન્ટી અને મતદાર યાદી સહિતની કામગીરીનો રીવ્યુ લેશે. બાદમાં જરૂરી સુચનાઓ આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.