Abtak Media Google News

રાષ્ટ્રસંત પૂ. નમ્રમૂનિ મ.સા, પૂ. સુશાંતમૂનિ મ.સા., પૂ. ભદ્રાબાઈ મ.સા., અને પૂ. વીરમતીબાઈ મ.સા. સહિત ૫૦થી વધુ સતિવૃંદ હાજરી આપશે

ગોંડલ સંપ્રદાયના આદ્ય સ્થાપક પૂ. ડુંગરસિંહજી મ.સા.ની ૧૯૭મી પૂણ્યતિથિ અવસરે ગોંડલ સંપ્રદાયના ગાદીના ગામ ગોંડલ શહેરની ધન્ય ધરા પર આગામી તા.૨૯ને રવિવારના
પાવન દિવસે અનેકવિધ ધર્મભીના આયોજન કરવામાં આવ્યા છે.

રવિવારના રોજ મંગલ પ્રભાતે સોનેરી કિરણોની સાક્ષીએ રાષ્ટ્રસંત ગુ‚દેવ નમ્રમુનિ મ.સા. આદિ સંતો ગોંડલમાં પાવન પદાર્પણ કરશે.

આ યાદગાર અવસરે સવારે ૭ કલાકે ગોંડલ નવાગઢ સંઘ દ્વારા બેનાણી વાડી ખાતે ‘નવકારશી’નું આયોજન કરવામાં આવેલ છે. ત્યારબાદ સવારે ૭.૪૭ કલાકે ભવ્ય શોભાયાત્રા ગોંડલના રાજમાર્ગ પરથી ‘ડુંગરદાદાની મહેર છે, સર્વત્ર ધર્મ‚પી લીલા લહેર છે’ના ગગનભેદી નાદ સાથે પસાર થશે અને ‘ડુંગરસિંહજી પટાંગણ’, મહારાજા સંગ્રામસિંહજી હાઈસ્કુલ મહાવીર ચોક પહોચી ધર્મસભામાં પરિવર્તન પામશે. એ પાવન સ્થળે સવારનાં ૯ થી ૧૨ કલાક દરમિયાન પૂ. આચાર્ય ભગવંત પૂ. ડુંગરસિંહજી મ.સા.ના ગુણોનું સ્મરણ પૂ. સંત સતીજીઓનાં શ્રીમુખેથી કરવામાં આવશે. સમારોહ પૂર્ણ થયા બાદ ગોંડલ લેઉઆ પટેલ સમાજના અગ્રણી ઉદ્યોગપતિ રમેશભાઈ ધડુક તરફથી સ્વ‚ચી ભોજનનું આયોજન કરવામાં આવેલ છે.

ગોંડલ સંપ્રદાયના સાધ્વીરત્ના વિરલપ્રજ્ઞા પૂ. વીરમતીબાઈ મ.સા.ના સંયમ જીવનના રવિવાર તા.૬ના રોજ ૫૦ વર્ષ પૂર્ણ થતા હોઈ,શુક્ર, શનિ અને રવિવાર તા. ૪-૫ અને ૬મેના રોજ ‘ત્રિદિવસીય સંયમ અનુમોદના શિબિરનું’ ગોંડલ મુકામે આયોજન કરવામાં આવેલ છે.

ગાદીના ગામ ગોંડલ ખાતે આયોજીત દરેક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સર્વે ભાવિકોને ભાવપૂર્વક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.વિશેષ ગોંડલ સંપ્રદાયના આદ્ય સ્થાપક આચાર્ય ભગવંત પૂ. ગૂ‚દેવ ડુંગરસિંહજી મ.સા.ની પૂણ્યતિથિના પાવન અવસરે આયોજીત કાર્યક્રમોમાં સૌરાષ્ટ્રભરના સંઘોના પદાધિકારીઓ તથા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે. તેમ ગોંડલ નવાગઢ સ્થા. જૈન સંઘ પ્રમુખ પ્રવિણભાઈ કોઠારીની યાદી જણાવે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.